પોલીસે કોલસાની ટ્રક પકડી તો મળી આવ્યો લાખોનો દારૂ- એવી જગ્યાએ સંતાડ્યો હતો કે… પોલીસને પણ છુટી ગયો પરસેવો

Published on Trishul News at 6:37 PM, Mon, 5 July 2021

Last modified on July 5th, 2021 at 6:37 PM

મોરબી(ગુજરાત): રાજ્યમાં અવાર-નવાર બૂટલેગરો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં હેર-ફેરી કરવા અવનવા કીમિયા અપનાવી રહ્યા છે. મોરબીમાં સતત દારૂનો જથ્થો પકડાતો જ રહે છે. આ દરમિયાન હવે બૂટલેગરો દ્વારા કોલસાની આડમાં લાવવામાં આવતો દારૂનો જથ્થો પોલીસને હાથ લાગ્યો છે. નોંધનિય છે કે, પોલીસ દ્વારા તો શંકાસ્પદ લાગતા કોલસા ભરેલ ટ્રક જપ્ત કરવામાં આવ્યો હતો.

પરંતુ, તેમાંથી લાખો રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો. જેને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ અંગે મળતી માહિતી મુજબ, મોરબીની રવાપર ચોકડી ખાતે પેલી જૂલાઈએ રાત્રે એ ડીવીઝન પોલીસ દ્વારા કોલસા ભરેલ ટ્રકને અટકાવવામાં આવી હતી. પરંતુ, ટ્રકનો ચાલક અને ક્લીનર પોલીસને જોઈને ફરાર થઇ ગયા હતા. જેથી પોલીસને લાગ્યું કે, પોલીસના ડરના કારણે બંને ભાગી છૂટ્યા હશે.

ત્યારબાદ પોલીસ રાજસ્થાન પાસીંગની ટ્રકને એ ડીવીઝન પોલીસ સ્ટેસન લાવી હતી. જોકે, ઘટનાને 24 કલાક જેટલો સમય વીતવા છતાં કોઈ ટ્રક છોડાવવા ન આવતા પોલીસને શંકા ગઈ અને કોલસો ખાલી કરવામાં આવતા તેની આડમાં છુપાવવામાં આવેલ 1080 બોટલ દારુનો જથ્થો મળી આવ્યો હતો.

બુટલેગરોએ કોલસાનો વપરાસ મોરબીમાં વધુ હોવાથી કોઈ ને શંકા નહિ જાય એવું વિચારીને જ કોલસાની આડમાં દારુ લાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓ તેમાં સફળ પણ થઇ ગયા હતા. પરંતુ, રૂટીન ચેકિંગમાં જ અટકાવાયેલ ટ્રકના ચાલક અને ક્લીનર પોતે જ ડરીને નાશી ગયા અને પોલીસને બગાસું ખાતા પતાશું મળી આવ્યું. અહીં સવાલ એ થાય કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો સતત ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં સફળ થઇ રહ્યા છે.

કારણ કે, આ દારુ જ્યાંથી પણ ભરવામાં આવ્યો હોય મોરબી સુધી આરામથી પહોચી ગયો અને જો આ ટ્રક અટકાવવામાં આવ્યો ના હોત તો કદાચ જેમણે આ જથ્થો મંગાવ્યો છે તેમના સુધી પણ પહોચી જ ગયો હોત. જોકે, પોલીસ દ્વારા હવે આ જથ્થા અંગે ઊંડી તપાસ ચલાવી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "પોલીસે કોલસાની ટ્રક પકડી તો મળી આવ્યો લાખોનો દારૂ- એવી જગ્યાએ સંતાડ્યો હતો કે… પોલીસને પણ છુટી ગયો પરસેવો"

Leave a comment

Your email address will not be published.


*