મોરબી દુર્ઘટનામાં નિરાધાર થયેલા બાળકોની વહારે આવ્યા ઉદ્યોગપતિ વસંત ગજેરા, જ્યાં સુધી પગભર ના થાય ત્યાં સુધી…

Published on: 11:04 am, Thu, 3 November 22

ગુજરાત(Gujarat): 30 ઓક્ટોબર એટલે આપણા સૌ માટે એક દુઃખદ દિવસ. મોરબીમાં મચ્છુ નદી પરના ઝૂલતા પુલ તૂટ્યાની આ કાળજું કંપાવનારી દુર્ઘટના(Morbi accident) લોકો ક્યારેય નહીં ભૂલી શકે. દેશમાં હાહાકાર મચાવનાર મોરબી પુલ દુર્ઘટના અંગે ઘણા લોકો સહાય માટે આગળ આવ્યા છે. સરકાર દ્વારા તો આ મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અને ઘાયલ લોકોને લઈને સહાયની જાહેરાત કરવામાં આવી છે. જે બાદ બીજા પણ ઘણા લોકો પણ મદદ માટે સામે આવી રહ્યા છે. ત્યારે સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરા(Vasant Gajera )એ દુર્ઘટનામાં અનાથ બનનારા બાળકોની જવાબદારી ઉઠાવી છે.

છત્રછાયા ગુમાવનારાઓની વ્હારે આવ્યા સુરતના ઉદ્યોગપતિ:
મોરબી દુર્ઘટના માતા-પિતાની છત્રછાયા બાળકોએ ગુમાવી છે તેમની જવાબદારી સુરતના એક ઉદ્યોગપતિ અને તેમની સામાજિક સંસ્થા દ્વારા ઉઠાવવામાં આવી છે. આપણને સૌને ખબર જ છે કે, કોઈ પણ મોટી જવાબદારી કે પછી કોઈ પણ જગ્યાએ કોઈ રાહતની જરૂરત હોય તો સુરત આગળ આવીને ઉભું રહે છે. મોરબીની દુર્ઘટનામાં કેટલાય બાળકોએ તેમના માતા પિતાની છત્રછાયા ગુમાવી છે અનાથ બન્યા છે. ત્યારે નિરાધાર બનેલા આ બાળકોની જવાબદારી સુરતના એક ઉદ્યોગપતિએ અને તેમની સામાજિક સંસ્થા દ્વારા ઉઠાવવામાં આવી છે. આ ઉદ્યોગપતિ દ્વારા નિરાધાર બનેલા બાળકો જ્યાં સુધી પગભર નહીં થાય ત્યાં સુધી તેમની જવાબદારી ઉઠાવવામાં આવશે. સુરત શહેર ગુજરાત ભરમાં હર હંમેશા દાનવીરો તરીકે ઓળખાતું આવ્યું છે ત્યાં ફરી એક વખત એક વ્યક્તિ દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે તે બિરદાવા લાયક છે.

ઉદ્યોગપતિ વસંત ગજેરા આવ્યા અનાથ બાળકોની વ્હારે:
મોરબીની ઘટનામાં માતા પિતાની છત્રછાયા ગુમાવી નિરાધાર બનેલા બાળકોનો ખર્ચ ઉદ્યોગપતિ વસંત ગજેરા દ્વારા ઉઠાવવામાં આવશે. આ બાળકોને ઉદ્યોગપતિ વસંત ગજેરા દ્વારા ચલાવવામાં આવતી સંસ્થા વાત્સલ્ય ધામમાં વિનામૂલ્યે અભ્યાસ કરાવવામાં આવશે. સાથે જ બાળકોની તમામ દેખરેખ અને સુરક્ષા કરવામાં આવશે. આ વાત સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરાએ જણાવતા ખી છે. નિરાધાર બનેલા બાળકોની જવાબદારી ઉદ્યોગપતિ વસંત ગજેરા દ્વારા ઉઠાવવામાં આવતા લોકોએ પણ તેમની કામગીરીને બિરદાવી છે.

રાજવી પરિવારે એક-એક લાખ રૂપિયા આપવાની તૈયારી દર્શાવી:
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકુંવરીબા સાહેબ મીરાબાપા આ ગોઝારી ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનો માટે રાજવી પરિવાર વતી તાત્કાલિક મોરબી આવ્યા હતા અને રાજમાતા વિજયકુંવરબા સાહેબ અને રાજવી પરિવાર વતી દરેક પરિવારને એક-એક લાખ રૂપિયાની સહાય આપવાની તૈયારી દર્શાવી હતી. મોરબીના રાજવી પરિવાર દ્વારા ઝુલાપુલ દુર્ઘટના અંગે ઘેરા દુ:ખની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. શાહી પરિવાર દ્વારા દરેક મૃતકના પરિવારને એક-એક લાખ રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.