ગુજરાતની જેલોમાં અભણ કરતા શિક્ષિત કેદીઓની સંખ્યા વધારે -અમુક ગ્રેજ્યુએટ છે તો, કોઈ મોટા એન્જિનિયર

Published on Trishul News at 3:05 PM, Fri, 4 September 2020

Last modified on September 4th, 2020 at 3:05 PM

સમગ્ર રાજ્યમાં હત્યા, ચોરી, લૂંટ તથા દુષ્કર્મની ઘણી ઘટનાઓ સતત વધતી જાય છે ત્યારે રાજ્યની જુદી-જુદી જેલોમાં આ પ્રકારની ઘટનાને અંજામ આપનાર કેદીઓ પોતાની સજા ભોગવી રહ્યા છે ત્યારે નેશનલ ક્રાઈમ બ્યૂરોએ વર્ષ 2019માં જાહેર કરેલ આંકડા પ્રમાણે રાજ્યની જેલમાં બંધ કુલ કેદીઓમાં ગ્રેજ્યુએટ, એન્જિનિયર તથા પોસ્ટ ગ્રેજ્યુએટ સહિત ઘણાં ભણેલા આરોપીઓ સામેલ છે.

જેઓ કોઇને કોઈ ગુનાને લીધે હાલમાં જેલમાં પોતાની સજા ભોગવી રહ્યા છે.’નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો’ એટલે કે NCRB ની જાણકારી પ્રમાણે રાજ્યની જેલમાં અભણ કરતાં તો શિક્ષિત કેદીઓની સંખ્યા વધુ રહેલી છે. ગ્રેજ્યુએટ, એન્જીનિયર, પોસ્ટ ગ્રેજ્યુએટ સહિત ઘણાં કેદીઓ જુદાં-જુદાં ગુનાની સજા ભોગવી રહ્યા છે.

સમગ્ર રાજ્યની જેલમાં કુલ 268 કેદીઓ એવાં છે, કે જેઓ ગ્રેજ્યુએટ છે તથા કુલ 108 કેદીઓ પોસ્ટ ગ્રેજ્યુએટ પણ થઈ ચુકેલા છે. આની સાથે જ કુલ 9,799 કેદીઓ અડંર ટ્રાયલ રહેલાં છે. ત્યારપછી કુલ 5,179 કેદીઓ ધોરણ 10થી પણ ઓછો અભ્યાસ કરે છે.

આની સાથે જ ધોરણ 10 વધારે તથા ગ્રેજ્યુએશનથી ઓછું ભણેલ હોય એવાં કુલ 1,631 કેદીઓ જેલમાં રહ્યાં છે. ત્યારપછી કુલ 442 ગ્રેજ્યુએટ, કુલ 150 જેટલા ટેક્નિક્લ ડિગ્રી-ડિપ્લોમા, કુલ 213 પોસ્ટ ગ્રેજ્યુએટ કેદીઓ રહેલાં છે.રાજ્યની જેલમાં હાલમાં કેદીઓને શિક્ષણ મેળવે તેની માટે ઓપન યુનિવર્સિટીની સાથે ઘણાં અભ્યાસક્રમો પણ ચલાવવામાં આવી રહ્યાં છે.

જેને લીધે કેટલાંક કેદીએ જેલમાં રહીને ડીગ્રી મેળવી હોય એવા પણ ઘણાં કિસ્સા છે. દર વર્ષે નિયમિતપણે આ યુનિવર્સિટીની પરિક્ષાનું આયોજન કરવામાં આવે છે તેમજ કેદીઓ પણ પરીક્ષામાં ભાગ લેતા હોય છે.સૌથી વધારે આરોપીઓ ખૂન તેમજ અપહરણના ગુનામાં સજા ભોગવી રહ્યાં છે.

રાજ્યની કુલ 25 જેલોમાં રહેલાં કુલ 13,000 જેટલાં કેદીને આ મહામારીથી બચાવવાં માટે જેલતંત્રએ પણ આવશ્યક પ્રતિબંધો મુકવામાં આવ્યાં છે. રૂબરૂ મુલાકાત કેદીઓને ઘરનાં ટિફિનની ઉપરાંત કોર્ટમાં રૂબરૂ હાજરી આપવામાં ‘કાપ’ મુકીને ‘વિડિયો કોન્ફરન્સ’ની સુવિધા શરૂ કરવામાં આવી છે.

જેલમાં સતત દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. સાબરમતી જેલમાં કોરોના આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. કેદીઓની આરોગ્ય જાળવણીને માટે તબીબી ટીમ તથા ઈમ્યુનિટી પાવરમાં વધારો કરવાં માટે જુદી-જુદી સંસ્થાની મદદ લેવામાં આવી રહી છે.

અમદાવાદ રાજકોટ, વડોદરા શહેર સહિત રાજ્યની જેલમાં નવા આવતાં દરેક કેદીનું સૌપ્રથમ સ્કેનિંગ કરીને શરીરનું તાપમાન ચેક કરવામાં આવે છે. રાજ્યની જેલોમાં કુલ 93 જેટલાં ડોકટરનો સ્ટાફ રહેલો છે. કેદીઓ તેમજ જેલ સૈનિકોને માસ્ક તથા જેલનાં સ્ટાફનું પણ સતત સ્કેનિંગ કરવામાં આવે છે.

અમદાવાદ, રાજકોટ તથા વડોદરા જેલમાં રહેતાં કેદીઓએ સુતરનાં કપડાંના માસ્ક બનાવી રહ્યા છે. જેલમાં તૈયાર થયેલ માસ્ક ફક્ત 10 જ રૂપિયામાં વેચવામાં આવી રહ્યાં છે. જેલ કર્મચારીઓ તેમજ કેદીઓની માટે માસ્ક બનાવવાની શરૂઆત કરવામાં આવ્યાં બાદ હવે નાગરિકોની જરૂરીયાત માટે માસ્કનું વેચાણ સાબરમતી ખાતે જેલનાં સ્ટોર ખાતેથી કરવામાં આવી રહ્યુ હોવાનું જેલનાં તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Be the first to comment on "ગુજરાતની જેલોમાં અભણ કરતા શિક્ષિત કેદીઓની સંખ્યા વધારે -અમુક ગ્રેજ્યુએટ છે તો, કોઈ મોટા એન્જિનિયર"

Leave a comment

Your email address will not be published.


*