હજુ તો કોરોના થમ્યો નથી ત્યાં તો આ રોગચાળાએ મચાવ્યો આંતક, ગુજરાતના આ શહેરમાં નોંધાઈ રહ્યા છે દરરોજના 100થી વધુ કેસ

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી…

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.

ત્યારે હવે નવી આફતે આંતક મચાવ્યો છે. રાજ્યના અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો તો ઘટી રહ્યા છે પણ હવે નવી આફતના ભણકારા વાગી રહ્યા છે. શહેરમાં નવા રોગચાળાનો રાફડો ફાટી નીકળ્યો છે. જેને લીધે નાના બાળકો પણ આ રોગચાળાનો ભોગ બની રહ્યા છે. બાળકોમાં દિવસેને દિવસે ઝાડા, ઉલટી, શરદી, ખાસી અને ઠંડી ચડીને તાવ આવવાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. સાથે સાથે બાળકોમાં મલેરિયા અને ડેન્ગ્યુના લક્ષણો પણ જોવા મળી રહ્યા છે. સાથે સાથે ભેજ વાળા વાતાવરણને લીધે અસ્થમાના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં દરરોજ 100થી વધારે બાળકોને લાવવામાં આવી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચીકનગુનીયા જેવા કેસ વધી રહ્યા છે. જેને લીધે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મચ્છરોના ઉત્પતિસ્થાન ધરાવતી એવી કન્સ્ટ્રકશન સાઇટ પર ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે એકમોમાં સ્વચ્છતા ન જળવાવવાના કારણે એકમોને નોટીસ ફટકારવામાં આવી રહી છે અને તેમની પાસેથી દંડ વસુલવામાં આવી રહ્યો છે.

અમદાવાદ શહેરમાં પણ રોગચાળાએ આંતક મચાવ્યો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થઇ રહ્યો છે. સોલા સિવિલ હોસ્પીટલમાં મોટી સંખ્યામાં દર્દીઓના કેસો ની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદ શહેરમાં તાવ, શરદી અને ઉધરસના 113 કેસ નોંધાયા હતાં. સાથે સાથે ઠંડી ચડીને તાવ આવવાના 256 કેસ સામે આવ્યાં છે.સોલા સિવિલ હોસ્પીટલમાં મેલેરિયાના 10 કેસ પોઝીટીવ સામે આવ્યા હતા.

અમદાવાદમાં ચિકનગુનિયાના લક્ષણો સાથે 11 દર્દીઓ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયાં હતાં. જયારે ડેન્ગ્યુના 18 દર્દીઓ પણ સારવાર હેઠળ છે. સાથે સાથે ડેન્ગ્યુના લક્ષણો સાથે 109 દર્દીઓ આવ્યાં હતાં. જેમાંથી કુલ 18 દર્દીઓનો ડેન્ગ્યું પોઝિટિવ આવ્યો હતો. જયારે અમદાવાદમાં કમળાના 56 કેસ સામે આવ્યા છે. સાથે સાથે ઝાડા ઉલટીના 76 કેસો નોંધાયા છે અને 105 જેટલા દર્દીઓમાં ટાઈફોઈડના લક્ષણો જોવા મળ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *