ભાજપના ગઢમાં મસમોટું ગાબડું, એક સાથે 1500થી વધારે કાર્યકરો AAPમાં જોડાતા મચ્યો હડકંપ

Published on: 4:55 pm, Tue, 28 September 21

ગુજરાત(Gujarat): આગામી સમયમાં રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી(Assembly elections- 2022) યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ(Political parties) તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી(AAP) ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દાવાઓ કરી રહી છે અને દિલ્હીના કેજરીવાલ(Arvind Kejriwal)ની નજર પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણી પર છે.

અલગ અલગ જીલ્લા, તાલુકા અને શહેરના લોકો અને સાથે સામાજિક અગ્રણીઓ તથા અન્ય રાજકીય પક્ષના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. લોકો હવે સરકારથી કંટાળીને લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાય રહ્યા છે. જેને લીધે આમ આદમી પાર્ટી ખુબ જ મજબુત બનીને આગળ વધી રહી છે. આગામી સમયમાં પણ કેટલાય લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવું આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા જોઇને લાગી રહ્યું છે.

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનો ગઢ જમવા માટે તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. ત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા, મહેશ સવાણી, ઈશુદાન ગઢવી, વિજય સુવાળા અને પ્રવિણ રામ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં જઇને લોકો સાથે જન સંવેદના કાર્યક્રમો કરી રહ્યા છે.

ત્યારે હવે અમદાવાદના કુબેરનગર ખાતે આમ આદમી પાર્ટીની જન સભા યોજાઈ હતી. આ તકે ભાજપના પીઢ પદાધિકારી જલાભાઈ દેસાઈ વિધિવત રીતે આપ પાર્ટીમાં જોડાયા છે અને વિશાળ જન સમર્થન સાથે જલાભાઈ દેસાઈ જોડાતા આપના નેતા ઇસુદાન ગઢવી, ભેમાભાઈ ચૌધરી,જે જે મેવાડા સહિતનાં નેતાઓએ આવકાર્યા તેમનું સ્વાગત કર્યું હતું.

સાથે સાથે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં સોમવારે રાત્રે યોજવામાં આવેલ એક કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના 1500 જેટલા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જાેડાઈ જતાં ભાજપમાં ભૂકંપ આવ્યો છે. આમ આદમી પાર્ટી જે રીતે ભાજપના ગઢમાં ગાબડા પાડી રહી છે તેને લઈ આવનારા દિવસોમાં ભાજપ માટે એક ચિંતાનો વિષય બને તેવું લાગી રહ્યું છે. ભાજપને હંફાવવા માટે આમ આદમી પાર્ટીએ પૂરેપૂરી તૈયારીઓ કરી લીધી હોય તેવું લાગી રહ્યું છે અને હવે ચૂંટણી મેદાનમાં ઉતરતાં ગાંધીનગર મહાપાલિકાનો જંગ રોમાંચક બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.