લોકડાઉનમાં નોકરી ગુમાવનાર લાખો લોકોને સરકાર આપશે અડધો પગાર

કોરોના કાળમાં દેશની અર્થવ્યવસ્થા ખાડામાં ગઈ છે અને એક અંદાજ પ્રમાણે 1.9 કરોડ લોકોએ નોકરી ગુમાવી છે. અર્થતંત્રમાં પડેલા ગાબડા બદલ સરકારની આકરી ટીકાઓ પણ…

કોરોના કાળમાં દેશની અર્થવ્યવસ્થા ખાડામાં ગઈ છે અને એક અંદાજ પ્રમાણે 1.9 કરોડ લોકોએ નોકરી ગુમાવી છે. અર્થતંત્રમાં પડેલા ગાબડા બદલ સરકારની આકરી ટીકાઓ પણ થઈ રહી છે. હવે મોદી સરકારે નોકરી ગુમાવનારીઓની મદદ કરવાની જાહેરાત કરી છે. જે અનુસાર કર્મચારી રાજ્ય વીમા નિગમમાં જે કામદારો નોંધાયેલા છે અને આમાંથી જેમણે 24 માર્ચ બાદ નોકરી ગુમાવી છે તેમને મોદી સરકાર અડધો પગાર અનએમ્પોલમેન્ટ બેનિફિટ તરીકે આપશે.

જેનો અર્થ એ થાય છે કે, કોરોના સંકટમાં નોકરી ગુમાવનારા ઔદ્યોગિક કામદારોને ત્રણ મહિના સુધી અડધી પગાર બેકારી ભથ્થા તરીકે મળશે.આ ફાયદો એ કામદારોને મળશે જેમની નોકરી આ વર્ષે 24 માર્ચથી 31 ડિસેમ્બર વચ્ચે છૂટી છે.આ પહેલા બેકારી ભથ્થા તરીકે 25 ટકા સેલેરી આપવાની જોગવાઈ કરી હતી. જેને હવે વધારીને 50 ટકા કરાઈ છે. નવી જોગવાઈ એક વર્ષ સુધી લાગુ રહેશે.

આ સુવિધા મેળવવા માટે કામદારે કર્મચારી રાજ્ય વીમા નિગમની કોઈ પણ શાખામાં જઈને અરજી કરવાની રહેશે. ચકાસણી કર્યા બાદ તેમને અડધો પગાર બેન્ક ખાતામાં સીધો આપવામાં આવશે. આ માટે આધાર નંબરની મદદ લેવાશે. આ યોજનાથી કર્મચારી રાજ્ય વીમા નિગમ પર 6710 કરોડ રુપિયાનો વધારાનો બોજો આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *