દેશના 50% થી પણ વધારે ખેડૂતો આટલા રૂપિયાના દેવા હેઠળ જીવી રહ્યા છે- સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

દેશના અડધાથી વધુ ખેડૂત પરિવારો દેવાના બોજ હેઠળ દબાયેલા છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) ના એક સર્વે અનુસાર, 2019 માં 50 ટકાથી વધુ કૃષિ પરિવારો…

દેશના અડધાથી વધુ ખેડૂત પરિવારો દેવાના બોજ હેઠળ દબાયેલા છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) ના એક સર્વે અનુસાર, 2019 માં 50 ટકાથી વધુ કૃષિ પરિવારો દેવા હેઠળ હતા અને તેમના પરિવાર દીઠ સરેરાશ 74,121 રૂપિયાનું દેવું હતું. સર્વેમાં જણાવાયું છે કે તેમની કુલ બાકી લોનમાંથી માત્ર 69.6 ટકા સંસ્થાકીય સ્ત્રોતો જેમ કે બેન્કો, સહકારી મંડળીઓ અને સરકારી એજન્સીઓમાંથી આવી છે. જ્યારે 20.5 ટકા લોન વ્યાવસાયિક શાહુકારો પાસેથી લેવામાં આવી હતી. આ મુજબ કુલ લોનના 57.5 ટકા કૃષિ હેતુઓ માટે લેવામાં આવ્યા હતા.

સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે, “લોન લેતા કૃષિ પરિવારોની ટકાવારી 50.2 ટકા છે. તે જ સમયે કૃષિ પરિવાર દીઠ બાકી લોનની સરેરાશ રકમ 74,121 રૂપિયા છે. NSO એ જાન્યુઆરી-ડિસેમ્બર 2019 દરમિયાન કુટુંબની જમીન અને પશુધન સિવાય દેશના ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ પરિવારોની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું. સર્વે અનુસાર, કૃષિ વર્ષ 2018-19 (જુલાઈ-જૂન) દરમિયાન કૃષિ પરિવાર દીઠ સરેરાશ માસિક આવક 10,218 રૂપિયા હતી. તેમાંથી, વેતનમાંથી કુટુંબ દીઠ સરેરાશ આવક રૂ. 4,063, પાક ઉત્પાદન રૂ. 3,798, પશુપાલન રૂ. 1,582, બિન-કૃષિ વ્યવસાય રૂ .641 હતી. તે જણાવે છે કે દેશમાં કૃષિ પરિવારોની સંખ્યા 9.3 કરોડ હોવાનો અંદાજ છે. આમાં અન્ય પછાત વર્ગ (OBC) 45.8 ટકા, અનુસૂચિત જાતિ 15.9 ટકા, અનુસૂચિત જનજાતિ 14.2 ટકા અને અન્ય 24.1 ટકા છે.

સર્વે મુજબ ગામડાઓમાં રહેતા બિન કૃષિ પરિવારોની સંખ્યા 7.93 કરોડ હોવાનો અંદાજ છે. તે પણ બહાર આવ્યું છે કે 83.5 ટકા ગ્રામીણ પરિવારો પાસે એક હેક્ટરથી ઓછી જમીન છે. જ્યારે માત્ર 0.2 ટકા લોકો પાસે 10 હેક્ટરથી વધુ જમીન છે. દરમિયાન, અન્ય એક અહેવાલમાં એનએસઓએ જણાવ્યું હતું કે, 30 જૂન 2018 ના રોજ ગ્રામીણ વિસ્તારોમાં લોન લેનારા પરિવારોની ટકાવારી 35 (40.3 ટકા કૃષિ પરિવારો, 28.2 ટકા બિન કૃષિ પરિવારો) હતી જ્યારે શહેરી વિસ્તારોમાં તે 22.4 % હતી. NSO એ જાન્યુઆરી-ડિસેમ્બર, 2019 દરમિયાન રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ (NSS) ના 77 માં રાઉન્ડ હેઠળ અખિલ ભારતીય દેવા અને રોકાણ પર તાજેતરનો સર્વે કર્યો હતો.

સર્વેમાં એ પણ જાણવા મળ્યું છે કે, ગ્રામીણ વિસ્તારોમાં 17.8 ટકા પરિવારો સંસ્થાકીય એજન્સીઓ (21.2 ટકા કૃષિ પરિવારો અને 13.5 ટકા બિન-કૃષિ પરિવારો) પાસેથી ઉધાર લે છે. જ્યારે શહેરી વિસ્તારોમાં 14.5 ટકા પરિવારો સંસ્થાકીય લેણદારો (18 ટકા સ્વ- રોજગાર ધરાવતા અને અન્ય 13.3 % અન્ય પરિવારો). આ સિવાય ગ્રામીણ ભારતમાં આશરે 10.2 ટકા પરિવારોએ બિન-સંસ્થાકીય એજન્સીઓ પાસેથી લોન લીધી હતી. જ્યારે શહેરી ભારતમાં આ સંખ્યા 4.9 ટકા હતી. બીજી બાજુ ગ્રામીણ ભારતમાં એવા 7 ટકા પરિવારો હતા. જેમણે સંસ્થાકીય લોન અને બિન-સંસ્થાકીય લોન બંને લીધી હતી. જ્યારે શહેરી વિસ્તારોમાં આવા પરિવારોની સંખ્યા 3 ટકા હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *