ભાજપના ગઢમાં ફરી વળ્યું ઝાડું: એક સાથે 500 થી વધુ માલધારી યુવાનોએ ધારણ કર્યો આમ આદમી પાર્ટીનો ખેસ

આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં…

આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દવાઓ કરી રહી છે અને દિલ્હીના કેજરીવાલની નજર પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણી પર છે.

અલગ અલગ જીલ્લા, તાલુકા અને શહેરના લોકો અને સાથે સામાજિક અગ્રણીઓ તથા અન્ય રાજકીય પક્ષના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. લોકો હવે સરકારથી કંટાળીને લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાય રહ્યા છે. જેને લીધે આમ આદમી પાર્ટી ખુબ જ મજબુત બનીને આગળ વધી રહી છે. આગામી સમયમાં પણ કેટલાય લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવું આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા જોઇને લાગી રહ્યું છે.

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનો ગઢ જમવા માટે તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. ત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા, મહેશ સવાણી, ઈશુદાન ગઢવી, વિજય સુવાળા અને પ્રવિણ રામ ગુજરાતમાં અલગ-અલગ ગામડાઓમાં જઇને લોકો સાથે જન સંવેદના કાર્યક્રમો કરી રહ્યા છે.

ત્યારે ગઈ કાલે જ સુરતના કામરેજ તાલુકાના કામરેજ ગામના કેનાર રોડ પર આવેલ શિવ આવાસ સોસાયટીમાં રહેતા કામરેજ તાલુકા યુવા પ્રમુખ જીતુભાઈ દેસાઇની ઉપસ્થિતિમાં કામરેજ વિસ્તારના 500 કરતા વધુ યુવાનો આમ આદમી પાર્ટીમાં ટોપી અને ખેસ પહેરીને જોડાયા હતા. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપલ ઇટાલીયાના જન્મદિવસમાં ભેટ રૂપે યુવા જોડો અભિયાનની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં તાલુકાના પ્રમુખ સંજયભાઈ રાદડીયા અને તાલુકા સંગઠન મંત્રી ભાવેશભાઈ રાદડીયાના હસ્તે તમામ યુવકનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વિશેષ હાજરીમાં જીલ્લા પ્રમુખ બટૂકભાઈ વાડદોરીયા, કામરેજ તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા J D કથીરિયા, જિલ્લા સંગઠન મંત્રી રોહિત જાની ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે આમ આદમી પાર્ટી તાલુકા ટીમમાંથી મહા મંત્રી વિપુલભાઈ પૂર્ણવૈરાગી, તાલુકા ઉપપ્રમુખ J.K બંસરી, RTI પ્રમુખ પ્રકાશભાઈ ગુર્જર, તાલુકા ખજાનચી પ્રકાશભાઈ બેલડિયા તેમજ અન્ય સભ્ય પણ હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *