રાજ્યના 80 લાખથી વધુ પરિવારોને કોરોના સારવાર માટે આજથી મળશે આ લાભ

Published on: 8:04 pm, Wed, 12 May 21

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપદે મળેલી કોર કમિટીમાં લેવાયેલ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. હાઈકોર્ટ માં ક્રેઆ સોગંદ નામના અનુસાર હવે રાજ્ય સરકારે લાંબા સમય બાદ રાજ્યના 80 લાખથી વધુ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને કોરોનાની સારવાર ખર્ચમાં મોટી રાહત મળે તેવી જાહેરાત કરી દીધી છે.

ગુજરાતની ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારમાં મા અને વાત્સલ્યમ્ કાર્ડનો ઉપયોગ કરી શકશે તેવી જાહેરાત મુખ્યમંત્રી રૂપાણી એ કરી દીધી છે. મા કાર્ડ અને વાત્સલ્યમ્ કાર્ડ ધરાવતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દરરોજના રૂ. 5000 સુધીની મર્યાદામાં 10 દિવસના રૂપિયા 50,000 સુધીની સારવાર વિનામૂલ્યે કરાવી શકશે. આ લાભ 10 મી જુલાઈ 2021 સુધી આવા કાર્ડ ધરાવતા પરિવારોને મળશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં એવો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, મા કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ રાજ્યના જે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ધરાવે છે તેવા પરિવારોમાં જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય તો તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દરરોજના રૂ. 5000 સુધીની મર્યાદામાં 10 દિવસના રૂપિયા પચાસ હજાર સુધીનો સારવાર ખર્ચ આ કાર્ડમાંથી મળવા પાત્ર થશે. મુખ્યમંત્રીશ્રીએ કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં આ લાભ 10 મી જુલાઈ 2021 સુધી આવા કાર્ડ ધરાવતા પરિવારોને આપવાનો નિર્ણય કરીને કોરોનાની સારવારના ખર્ચમાં મધ્યમવર્ગીય પરિવારોને મોટી રાહત આપી છે.

રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 11017 કેસ નોંધાયા છે. જેની સામે 15264 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 102 લોકોના મોત થયા છે. તેની સાથે રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 8731 પર પહોચ્યો છે.

રાજ્યમાં આજે 15264 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,78,397 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,27,483 પર પહોંચ્યો છે. જેમાંથી 804 દર્દી વેન્ટિલેટર પર અને 1,26,679 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 80.94 ટકા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.