દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનો આવો છે આકાશી નજારો, જાણો મોટેરા સ્ટેડિયમની ખાસિયતો

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે. અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ મેલબોર્નને હરાવીને અને વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે. અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ મેલબોર્નને હરાવીને અને વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનીને નવો ઇતિહાસ રચશે. મોટેરા સ્ટેડિયમની ક્ષમતા 1 લાખ 10 હજાર દર્શકોની છે. મેલબોર્નમાં 1 મિલિયન દર્શકોની ક્ષમતા છે. મોટેરા સ્ટેડિયમ 1982 માં બનાવવામાં આવ્યું હતું. પરંતુ 2016 પછી તેનું ફરીથી નિર્માણ થયું. ગયા વર્ષે, મોટેરા સ્ટેડિયમ ફરીથી બનાવવામાં આવ્યું હતું. મોટેરા સ્ટેડિયમનું સંપૂર્ણ આધુનિકરણ કરવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં 1 લાખ 10 હજાર દર્શકોના બેઠક વિસ્તાર ઉપરાંત ચાર ડ્રેસિંગ રૂમ અને ત્રણ પ્રેક્ટિસ મેદાન છે.

અમદાવાદના આ મોટેરા સ્ટેડિયમને વર્ષ 2015માં સંપૂર્ણ રીતે તોડી નાંખવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2017માં ફરીથી તેનું નિર્માણ કાર્ય ચાલુ કરવામાં આવ્યું હતું. અને નવી આધુનિક સવલતો સાથે સરદાર પટેલ સ્ટેડિયમ નામથી આધુનિક ક્ષમતા સાથે બનાવ્યું છે. ગુજરાત ક્રિકેટ એસોશિયેશન તરફથી વર્ષ 1982માં બનાવવામાં આવેલા આ સ્ટેડિયમમાં પહેલા 53,000 દર્શકોની બેઠક વ્યવસ્થાની ક્ષમતા હતી. પરંતુ હવે નવા સ્ટેડિયમમાં આ ક્ષમતા વધારીને 1.10 લાખ કરી દેવામાં આવી છે. એટલે કે, એક સાથે આટલા બધા લોકો બેસીને મેચનો આનંદ લઈ શકશે. એસજીના ગુલાબી બોલનો ઉપયોગ થશે. 1.10 લાખ દર્શકોની ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ દરેક પ્રકારની આધુનિક સુવિધાઓથી સજ્જ છે.

આવા પ્રકારની ખાસિયતો સાથે કરાયું છે તૈયાર:

આ સ્ટેડિયમ 63 એકરમાં ફેલાયેલું છે. જેમાં ત્રણ એન્ટ્રી ગેટ છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડસ, ક્લબ હાઉસ, ઓલંપિક સાઈઝ સ્વિમિંગ પુલ અને એક ઈન્ડોર ક્રિકેટ એકેડેમી પણ બનાવવામાં આવી છે.

સ્ટેડિયમનું સ્ટ્રક્ચર એવું રખાયું છે કે, જ્યારે પણ કોઈ ખેલાડી બાઉન્ડ્રી મારે તો સ્ટેડિયમમાં બેસનાર દરેક ક્રિકેટ પ્રેમી તે બાઉન્ડ્રીને જોઈ શકે.

આ દુનિયામાં એક માત્ર સ્ટેડિયમ છે જેમાં અભ્યાસ અને સેન્ટ્ર પીછ માટે એક જ માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

અહીં ખૂબ જ સારી લાઈટિંગ મળે અને પડછાયો દૂર કરવા માટે ગોળાકાર છત ઉપર એલઈડી લાઈટ લગાવવામાં આવી છે.

દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં 11 સેન્ટર પીચ છે. આ દુનિયાનું એક માત્ર સ્ડેડિયમ છે જેમાં મુખ્ય મેદાન પર 11 સેન્ટર પીચ છે.

એવું પહેલું ક્રિકેટ સ્ટેડિયમ છે જેમાં જીમ સહિત ચાર વિશ્વસ્તરીય ડ્રેસિંગ રૂમ પણ છે.

આ ઉપરાંત 25 લોકોની ક્ષમતાવાળા 76 કોર્પોરેટ બોક્સ બનાવવામાં આવ્યા છે.

સ્ટેડિયમમાં પ્રવેશ અને એક્ઝિટ માટે જુદા જુદા ગેટ બનાવવામાં આવ્યા છે.

મેદાનમાં ઘાસની નીચે રેતીનો ઉપયોગ કર્યો છે. જેની મદદથી ભારે વરસાદ બાદ પણ ગણતરીના કલાકમાં મેચ ફરીથી ચાલુ થઈ શકે છે.

કાર અને ટુ વ્હિલર પાર્કિંગની વ્યવસ્થા ગોઠવાઈ છે. જેમાં 4 હજાર ગાડી અને 10 હજાર ટુ વિહ્લર પાર્કિંગની વ્યવસ્થા છે. આ ઉપરાંત સ્ટેડિયમની પાસે મેટ્રોલાઈન પણ છે.

BCCIએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતાં ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે માત્ર ત્રણ સ્થળ જ રાખ્યાં છે. ચેન્નઈ ખાતે 17 ફેબ્રુઆરીએ બીજી ટેસ્ટ સમાપ્ત કર્યા પછી ટીમ 2 ટેસ્ટ અને 5 T-20 માટે અમદાવાદ પહોંચી છે. T-20 સિરીઝની અંતિમ મેચ 20 માર્ચે રમાશે એટલે કે, ઇન્ડિયન ટીમ 18 ફેબ્રુઆરીથી 20/21 માર્ચ સુધી અમદાવાદમાં જ બાયો-બબલમાં રોકાશે.

જુના સ્ટેડિયમમાં પાંચ વર્લ્ડકપ મેચના આયોજન સહિત કુલ 23 આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન કરાયું હતું. અહીં પર જ 2011માં વર્લ્ડકપનો ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચોનો ક્વાટરફાઈનલ મુકાબલો પણ રમાયો હતો. આ સૌથી વધારે આંતરરાષ્ટ્રીય વન ડે મેચનું આયોજન કરનાર ભારતનું બીજું સ્ટેડિયમ છે.

ભારતની સંભવિત પ્લેઇંગ-11:
રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી(કેપ્ટન), અજિંક્ય રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *