ડૉક્ટર યુવતીએ તેના જ વીર્યથી માતા બનવા માટે જે કર્યું એ સાંભળીને તમારું મોઢું ખુલ્લું જ રહી જશે

સોસિયલ મીડિયા પર અવારનવાર આપણને વિશ્વાસમાં ન આવે એવા સમાચાર સામે આવતા હોય છે. હાલમાં પણ આવા જ એક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં રહેતી…

સોસિયલ મીડિયા પર અવારનવાર આપણને વિશ્વાસમાં ન આવે એવા સમાચાર સામે આવતા હોય છે. હાલમાં પણ આવા જ એક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં રહેતી ડૉ. જેસનૂન દાયરા ગુજરાતની સૌપ્રથમ ટ્રાન્સવુમન ડૉક્ટર છે. એમનો જન્મ એક પુરુષ તરીકે જ થયો હતો પણ તેને એવું લાગી રહ્યું હતું કે, એનામાં એક મહિલાનો જીવ રહેલો છે.

તેને મહિલાઓની જેમ વિચારવું અને તેમના જેવા કપડાં પહેરવા ગમતા હતા. શરૂઆતમાં તેણે આ વાત પરિવારથી છુપાવીને રાખી હતી. જો કે, જ્યારે તે રશિયામાં MBBSનું ભણવા માટે ગઈ ત્યારે આ દરમિયાન તેનામાં હિંમત આવી હતી. તેણે મહિલા બનવાનો પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો.

જેસનૂર દાયરાને બાળપણથી જ ખ્યાલ આવી ગયો હતો કે, તેના શરીરમાં મહિલા રહેલી છે. હવે તે પોતાનું જેન્ડર બદલવા માંગે છે. તેના આ નિર્ણયમાં હવે પરિવાર અને સંબંધીઓનો પણ સાથ મળ્યો છે. હવે તે પોતાની અલગ ઓળખથી લાઈફ જીવવા માંગે છે. તમામ મહિલાની જેમ જ ડૉ. જેસનૂર દાયરા પણ માતૃત્વનો આનંદ મેળવવા માગે છે. તેણે આની માટે પૂરું પ્લાનિંગ કરી રાખ્યું છે.

શે ક્સ ચેન્જ કરાવતા અગાઉ તે પોતાના સીમન ફ્રીઝ કરાવશે. ડૉ. જેસનૂર સરોગસીની મદદથી માતા બનશે. તે પોતાના સ્પર્મ ડોનર એગની સાથે મેળવીને સરોગેટ માતાના ગર્ભમાં પ્લાન્ટ કરશે. ડૉ. જેસનૂર દાયરાના કેસમાં સૌથી રસપ્રદ વાત તો એ છે કે, તેના સ્પર્મનો ઉપયોગ થશે.

શે ક્સ ચેન્જ પછી તે બાળકની માતા પણ હશે તેમજ પિતા પણ. જો કે, આની માટે તેણે જટિલ કાયદાકિય પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ભારતમાં સરોગસી ખરડો વર્ષ 2019 અંતર્ગત અપરિણીત પુરુષ. LGBT કપલ અથવા લિવઈનમાં રહેતા લોકો સરોગસીની મદદથી પેરેન્ટ્સ બની શકે નહીં.

જેસનૂર દુનિયાના બીજા દેશમાં પણ જઈ શકે છે. જો તેને ભારતમાં સરોગસીનું ઓપ્શન ન મળે તો તે વિદેશમાં જઈ શકે છે. પેરેન્ટસ બનવાનો વિચાર તેને કેવી રીતે આવ્યો એ પૂછવા પર જસનૂરે કહ્યું હતું કે, તે દેવી કાલીને માને છે તેમજ તેનું જણાવવું છે કે, જ્યારે દેવી કાલી આખા દુનિયાની માં હોય શકે તો તે એક બાળકની માં કેવી રીતે ન બની શકે.

જસનૂરનું સપનું છે કે, તે એક બાળકનું પાલન-પોષણ કરે. તેણે કહ્યું હતું કે, તેણે બાળકને જન્મ આપવા સંબંધિત કેટલાક પુસ્તકો તથા આર્ટીકલ વાંચ્યા છે. પોતે પણ ડૉક્ટર છે, એટલે જાતે પણ રિસર્ચ કર્યું છે.

શું મેડિકલી આવું પોસિબલ છે?
ગુજરાતના જાણીતા સેરોગેસી એન્ડ ફર્ટિલિટી એક્સપર્ટ ડૉ. નયના પટેલ સાથ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેની અંદર બધા ઓર્ગન્સ પુરુષના રહેલા છે. હાલમાં તેને બાળક જોઈએ છે. તેની પાસે માત્ર સ્પર્મ છે. એગ્સ તો તેના ક્યારેય બનશે નહીં તેમજ તેની પાસે બચ્ચેદાની પણ નથી.

ડૉ. નયના પટેલ જણાવે છે કે, તેને જો જેનેટિક બાળક જોઈએ તો સ્પર્મથી જ મળશે. બાળક માટે IVF માટે અમારે સ્પર્મની સાથે એગ્સની પણ જરૂરીયાત પડે છે. હાલમાં તેનું સ્પર્મ ફ્રીઝ કરાવી દીધું છે. ત્યારપછી અગાઉ સ્ટેજમાં તેના શરીરમાંથી ટેસ્ટીઝ કાઢી લઈશું તો કદાચ તેના મેલ હોર્મોન્સ ઓછા થઈ જશે તથા ઓટોમેટિક ફીમેલ હોર્મોન્સમાં વધારો થઈ જશે.

ત્યારબાદ પ્લાસ્ટિક સર્જરી કરાવીને જે એક્સટર્નલ જનાઈટલ એરિયા જે પુરુષનો છે, તેને સ્ત્રીનો કરી દેવામાં આવશે પરંતુ તેની અંદર ઓવરીઝ યૂટરસ ક્યારેય બનશેન નહી. આ માટે બાળક તેને કોઈ અન્ય મહિલા પાસેથી એગ્સ ડોનેશન લેવું પડશે તેમજ યૂટરસ પણ તેને કોઈ સેરોગેટનું લેવું પડશે. પોતાના સ્પર્મ અથવા તો ડોનેટ થયેલા એગ્સથી જે ગર્ભ બનશે તે સરોગેટ માતાની અંદર રાખવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *