બે સંતાનો સાથે માતાએ કેનાલમાં કુદી આણ્યો જીવનનો અંત- એક સાથે ત્રણના મોતથી મચ્યો હાહાકાર

નડિયાદ(Nadiad): ગળતેશ્વર (Galteshwar) નજીક વનોડ ગામની સીમમાં આવેલી મહી કેનાલ (Mahi Canal)માંથી બે બાળકોના મૃતદેહો મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. જોકે, થોડા સમય…

નડિયાદ(Nadiad): ગળતેશ્વર (Galteshwar) નજીક વનોડ ગામની સીમમાં આવેલી મહી કેનાલ (Mahi Canal)માંથી બે બાળકોના મૃતદેહો મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. જોકે, થોડા સમય પછી આ કેનાલમાંથી એક મહિલાનો પણ મૃતદેહ મળી આવ્યો છે. આ જોતા આ મહિલા બે બાળકોની માતા હતી. આ મહિલા દ્વારા આત્મહત્યા (suicide) કરી તેની હત્યા થઈ કે, પછી આકસ્મિત રીતે કેનાલમાં પડી તે બાબતની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં અવી છે. હાલમાં તો પોલીસ દ્વારા સ્થાનિક તરવૈયાઓ મારફતે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને ઓળખ છતી કરી છે.

મહત્વનું છે કે, ગળતેશ્વર તાલુકાના વનોડ ગામની સીમમાંથી મહિ સિંચાઇની મુખ્ય કેનાલ પસાર થઇ રહી છે. આ કેનાલના પાણીમાં ગઈકાલે સવારે બે બાળકોના મૃતદેહો તણાઈ આવ્યા હતા. જેની જાણ આજુબાજુના સ્થાનિકોને થતાં મોટા પ્રમાણમાં ભીડ ઉમટી પડી હતી. સ્થાનિકો દ્વારા બંને બાળકોના મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને સમગ્ર મામલે સેવાલીયા પોલીસને જાણ કરવામાં આવી હતી. સેવાલિયા પોલિસ દ્વારા ઘટનાનસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વાત કરવામાં આવે તો બીજી બાજુ પોલીસ દ્વારા આ બાળકોની ઓળખ માટે વાલી વારસોની શોધ કરવા સહિતની તપાસ હાથ ધરવામાં આવી. બંને બાળકો કોણ હતા કઈ રીતે કેનાલમાં તણાઈ આવ્યા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરતા તેવામાં પોલીસને જાણકારી મળી હતી કે, આ કેનાલમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પોલીસ દ્વારા પુનઃ ઘટના સ્થળે જઈને કેનાલમાંથી મહિલાના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગળતેશ્વર પાસે આવેલી કેનાલ માંથી બે બાળકો તેમજ એક મહિલાનો મૃતદેહ મળી આવ્યા હતા. હાલમ તો પોલીસ દ્વારા મૃતદેહની ઓળખ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, ઠાસરા તાલુકાના ઉનાળિયાના હોવાનું જાણવા મળે છે. જેમાં હીનાબેન વિજયભાઈ રાઠોડ ઉ.વ.27, ઉનાળિયા, રિયાબેન વિજયભાઈ રાઠોડ ઉ.વ.5 વર્ષ , જયરાજ રાઠોડ ઉ.વ.3 વર્ષની હોવાનું સામે આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, મહિલા ઘરેથી બાળકો સાથે નીકળી ગયા પછી તેણીએ કેનાલ ઝંપલાવ્યું હોવાની સંભાવનાઓ છે. જોકે હજુ આ બાબત એક તપાસનો વિષય બની રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *