અકસ્માતની ગોઝારી ઘટના: ડમ્પરની ટાયર નીચે કચડાતા માતા-પુત્રીનું મોત, એકબીજાને ચોંટીને તોડ્યો દમ

ચંડીગઢનાં મોહાલીમાં એક રુંવાડા ઊભા કરી દે એવો બનાવ બહાર આવ્યો છે. જ્યાં એક ડમ્પર ચાલક દ્વારા એક્ટિવાને ટક્કર મારવામાં આવી હતી. જેનાં પગલે એક્ટિવા…

ચંડીગઢનાં મોહાલીમાં એક રુંવાડા ઊભા કરી દે એવો બનાવ બહાર આવ્યો છે. જ્યાં એક ડમ્પર ચાલક દ્વારા એક્ટિવાને ટક્કર મારવામાં આવી હતી. જેનાં પગલે એક્ટિવા સવાર માતા-પુત્રીનો બનાવ સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું. અકસ્માત એટલો ભયાનક છે કે, દ્રશ્ય જોનારા લોકોએ તેની આંખો બંધ કરી હતી.

માતા-પુત્રીનાં લોહીથી લાલ થયો
નોંધનીય છે કે, દર્દનાક અકસ્માત મોહાલીનાં ઈન્ટરનેશનલ એરપોર્ટ ઓરડ ઉપર સિંહ શહિદાં ગુરુદ્વારા નજીક થયો હતો. જ્યાં ડંમ્પરનું ટાયર એક્ટિવાને કચડીતા માં બેટી ઉપર ફરી વળ્યું છે. સમગ્ર રસ્તો લોહીથી લાલ લાલ થઇ ગયો હતો. માં પુત્રીએ એકબીજાને ચોંટીને ત્યાંના દમ તોડ્યો હતો.

બન્નેનાં મૃત્યુ પછી પરિવારજનો પહોચ્યા
બનાવની જાણ થતાં જ ASI ભરત રામ પોતાની ટીમની સાથે બનાવ સ્થળે પહોંચી હતી. બન્નેને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃતક જાહેર કર્યા હતા. એ પછી પોલીસે પરિવરજનોને જાણ કરીને બોલાવ્યા હતાં.

આ અગાઉ ડમ્પર ચાલકે કારને પણ ટક્કર મારી હતી
નોંધનીય છે કે, ડંમ્પર ચાલકે આ અગાઉ એક કારને પણ ટક્કર મારી હતી. એમાં કાર સવાર બલજીત ગંભીર રીતે ઘાયલ થયા હતા. ટક્કર મારીને ચાલક બનાવ સ્થળેથી ભાગી ગયા હતા. ડંમ્પર મહતાબ નામનો વ્યક્તિ ચલાવતો હતો. જેણે એક્ટિવાને ટક્કર માર્યા અગાઉ એક કારને પણ ટક્કર મારી હતી. જોકે, થોડે દૂર ડંમ્પર ચાલકને લોકોએ પકડી લઈને પોલીસને સોપી દીધો હતો.

માતા પુત્રી નીચે પટકાતા ડમ્પરનાં પાછલા ટાયરમાં આવી ગયા
મળેલ માહિતી અનુસાર શુક્રવારનાં રોજ સાંજનાં સમયે લગભગ 4 વાગ્યે 43 વર્ષનાં રુપિંદર કૌર પોતાની 13 વર્ષીય પુત્રી દરવેશઈંદ કોર સાથે એક્ટિવા ઉપર સેક્ટર 67થી ખરડ બાજુ જઈ રહી હતી. તેઓ જેવાં જ સિંહ શહીદાં ગુરુદ્વારા સામેથી પસાર થતાં હતા ત્યાં જલેબી મોડ નજીક પહોંચ્યા ત્યાં ડમ્પર ચાલકે એક્ટિવાને ટક્કર મારી દીધી હતી. બન્ને માતા પુત્રી નીચે પટકાતા ટીપરનાં પાછળનાં ટાયરોમાં આવી ગયા હતાં. તેમજ ટીપરનાં ટાયર બન્ને ઉપરથી ફરી વળ્યા હતા.

આ કમકમાટી ભર્યા અકસ્માતનાં માતા-પુત્રીનાં મૃત્યુથી પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો છે. ડમ્પર ચાલકની બેદરકારીનાં લીધે એક પરિવાર વેરવિખેર થઇ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *