50 હજારનો મેકઅપ કરાવી માં-દીકરી ફરાર- પાર્લરની માલકિને કહ્યું ‘મેં મારી લાઈફમાં આવા ગ્રાહક નથી જોયા’

તમે કોઈ દુકાનમાંથી સમાન ચોરી જતા, અથવા પેટ્રોલ પુરાવી પૈસા આપ્યા વગર ફરાર થતા લોકો વિષે સાંભળ્યું હશે, પરંતુ હાલ એવા સમાચાર સામે આવ્યા છે,…

તમે કોઈ દુકાનમાંથી સમાન ચોરી જતા, અથવા પેટ્રોલ પુરાવી પૈસા આપ્યા વગર ફરાર થતા લોકો વિષે સાંભળ્યું હશે, પરંતુ હાલ એવા સમાચાર સામે આવ્યા છે, જેને સાંભળી ચોંકી ઉઠશો. આ કેસમાં હજારો રૂપિયાનો મેક-અપ કરાવ્યા બાદ બે મહિલાઓ પૈસા આપ્યા વગર બ્યુટીપાર્લરમાંથી ભાગી જતા ચકચાર મચી હતી. તેના આ કૃત્ય પર બ્યુટી પાર્લરની માલકિને પોલીસમાં ફરિયાદ કરી છે. આ સાથે તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને તે મહિલાઓને શોધવાની અપીલ કરી છે.

પાર્લરના માલિકનું નામ જેડ એડમ્સ (Jade Adams) છે. 28 વર્ષીય એડમ્સે જણાવ્યું કે બે દિવસ પહેલા તેની દુકાન પર બે મહિલાઓ આવી હતી. તેઓએ તેમની ઓળખ મા-દીકરી તરીકે આપી. બંનેએ મેકઅપની સાથે બોટોક્સ ટ્રીટમેન્ટ અને અન્ય મોંઘી ટ્રીટમેન્ટ કરાવી. પરંતુ જ્યારે 48,942 રૂપિયાનું બિલ ભરવાનો સમય આવ્યો ત્યારે તે ત્યાંથી ફરાર થઇ ગઈ.

બ્રિટનના રહેવાસી જેડ એડમ્સે ફેસબુક પર એક મહિલાનો ફોટો શેર કરતા લખ્યું – કૃપા કરીને આ ચોરોની તસવીર શેર કરો. કમનસીબે આ મહિલા અને તેની પુત્રી ગઈકાલે મારા પાર્લરમાં બ્યુટી ટ્રીટમેન્ટ માટે આવ્યા હતા. પરંતુ તે પૈસા ચૂકવ્યા વગર ભાગી ગયા છે.

આ બનાવ અંગે એડમસે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેણે જણાવ્યું કે બંને મહિલાઓએ પાર્લરમાં ટ્રીટમેન્ટ (Botox અને lip Fillers) માટે બુકિંગ કરાવ્યું, પછી મેકઅપ વગેરે કરાવ્યું અને જ્યારે પૈસા ચૂકવવાનો સમય આવ્યો ત્યારે તેઓ કોઈ બહાનું આપી બહાર નીકળી ગયા અને પાછા ન આવ્યા. એડમ્સના કહેવા પ્રમાણે તેનું બિલ 48 હજાર રૂપિયાથી વધુનું હતું.

કેવી રીતે થઇ ફરાર?
એડમ્સ કહે છે કે, બંને મહિલા માંથી પહેલા એક મહિલાએ સારવાર કરાવી અને વેઇટિંગ એરિયામાં બેસી ગઈ. જ્યારે બીજી મહિલાએ પણ તેની સારવાર કરાવી ત્યારે તે પેમેન્ટ માટે પ્રથમ મહિલાને ફોન કરવા વેઇટિંગ એરિયામાં આવી હતી. પરંતુ થોડી જ વારમાં બંને ત્યાંથી ગાયબ થઈ ગયા હતા. આ બંને માસ્ટર માઈન્ડ મહિલાએ એક બેગ ત્યાં મુક્યું હતું, જેનાથી લાગે કે, હમણાં પાછા આવશે. પરંતુ આ માત્ર એક છેતરપિંડી હતી. રિપોર્ટ અનુસાર એડમ્સે કહ્યું કે, તે છેલ્લા 18 મહિનાથી પાર્લર ચલાવી રહી છે પરંતુ તેણે ક્યારેય આવા ગ્રાહકો જોયા નથી. એડમ્સે છેતરપિંડી કરનાર મહિલાઓને પકડવા માટે પોલીસની મદદ માંગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *