જેને નવ મહિના પેટમાં રાખી… તેને જ નવ કલાક કારમાં ભૂલી ગઈ માતા- તડપી તડપીને મોતને ભેટી એક વર્ષની બાળકી

Mother forgets one year old daughter in car: એક માતાએ પોતાની માત્ર 1 વર્ષની માસૂમ બાળકીને આકરી ગરમી વચ્ચે કારમાં છોડી દીધી હતી. તેને 9…

Mother forgets one year old daughter in car: એક માતાએ પોતાની માત્ર 1 વર્ષની માસૂમ બાળકીને આકરી ગરમી વચ્ચે કારમાં છોડી દીધી હતી. તેને 9 કલાક પછી યાદ આવ્યું કે તેની બાળકી કારની અંદર જ છે. જયારે માતા તેની પાસે પહોંચી ત્યાં સુધીમાં બાળકી દુનિયા છોડી ચૂકી હતી. મળેલી માહિતી અનુસાર મહિલાએ હોસ્પિટલની બહાર કાર પાર્ક કરી હતી, તે સવારે 8 વાગે કારમાં બાળકીને છોડીને ગઈ હતી અને સાંજે 5 વાગે કારમાં પાછી ફરી હતી. આ કેસમાં પોલીસ અધિકારી ડોન બર્બનનું કહેવું છે કે બાળકની માતા સવારે 8 વાગ્યે હોસ્પિટલ આવી હતી, તે ભૂલી ગઈ હતી કે બાળક કારમાં છે. મળેલી માહિતી અનુસાર આ ઘટના અમેરિકા માંથી સામે આવી છે.

મિરર યુકેના અહેવાલ મુજબ, આ માતા બાળકીની ફોસ્ત્ર માતા હતી, ફોસ્ત્ર માતાનો અર્થ થાય કે બાળકને ઉછેરવા વાળી માતા, મતલબ કે આ મહિલાએ બાળકીને જન્મ આપ્યો નથી, તે માત્ર તેનો ઉછેર કરી રહી છે. જ્યારે બાળકીની માતા સાંજે 5 વાગ્યા સુધીમાં કાર પાર્કિંગમાં પહોંચી ત્યારે તે ચોંકી ઉઠી હતી. તેને કારમાં જોયું ત્યારે તેને યાદ આવ્યું કે તે બાળકીને કારમાં જ ભૂલી ગઈ હતી. ત્યારબાદ તે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ હતી, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. કારનું તાપમાન અંદર 37 ડિગ્રી સેલ્સિયસ હતું અને વળી તે દિવસે ખુબજ ગરમી પણ હતી.

પોલીસ અધિકારીએ કહ્યું કે, ‘આ ખૂબ જ ડરામણી ઘટના છે અને અમે તેનાથી પ્રભાવિત તમામ લોકો માટે દુઃખી છીએ. બહાર ખુબ ગરમી હોવાથી બધા માટે ગરમી સહન કરવી ઘણું મુશ્કેલ છે, એક નિવેદનમાં હોસ્પિટલ વતી કહેવામાં આવ્યું છે કે, ‘આ ઘટના બુધવારે કેમ્પસમાં બની હતી, આ ઘટનામાં એક માસુમ બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને તે વાતનું અમને પણ ખુબજ દુઃખ છે.

અમેરિકામાં આ પ્રકારની ઘટનાઓ પહેલા પણ સામે આવી ચૂકી છે. અન્ય એક કિસ્સામાં માતા-પિતા તેમના બે બાળકોને રાત્રિ દરમિયાન કારમાં છોડી ગયા હતા અને તેને 15 કલાક પછી યાદ આવ્યું. 4 વર્ષનો પુત્ર કારમાંથી બહાર નીકળી ગયો હતો. પરંતુ 2 વર્ષની પુત્રી બહાર આવી શકી ન હતી. ગરમીના કારણે તેનું મોત થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *