માતાને ત્રણ-ત્રણ પુરુષો સાથે હતા અંગત સંબંધ- 19 વર્ષીય બાળકે હાઈકોર્ટમાં કહ્યું એવું કે, ખુલી ગઈ પોલ

ફક્ત 19 વર્ષીય વિદ્યાર્થીએ હાઇકોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, મારી માતા 3 અલગ-અલગ પુરુષની સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહે છે. આની સાથે જ પિતા પાસેથી…

ફક્ત 19 વર્ષીય વિદ્યાર્થીએ હાઇકોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, મારી માતા 3 અલગ-અલગ પુરુષની સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહે છે. આની સાથે જ પિતા પાસેથી છેલ્લાં18 વર્ષથી ભરણપોષણ પણ મેળવે છે. આ ભરણપોષણ બંધ કરવા માટેની અરજી કરવામાં આવી છે.

કોઈપણ સંજોગે પતિને છૂટાછેડા ન આપવા માટે તેણે કરેલ બધા જ કાનૂની દાવપેચ અંગે પણ તેને જાણ છે. કોર્ટ દ્વારા દીકરાને પૂછવામાં આવ્યું હતું કે, તે હાલમાં કોની સાથે રહે છે? દીકરાએ જણાવ્યું હતું કે, હું એક વર્ષનો હતો ત્યારથી માતાની સાથે રહું છું. કોર્ટે એમિકસ ક્યૂરીની નિમણૂક કરીને આવા કેસમાં ભરણપોષણની રિકવરી કરી શકાય કે, કેમ એ અંગે માર્ગદર્શન માગ્યું છે, જેની સુનાવણી 14 સપ્ટેમ્બરે કરાશે.

કાયદાનો અભ્યાસ કરતા 19 વર્ષીય યુવકે કોર્ટ સમક્ષ હાજર રહીને વકીલ પાસે એવી રજૂઆત કરાવી હતી કે, આજે તેની માતાએ પિતા વિરુદ્ધ કરેલ ભરણપોષણ તેમજ છૂટાછેડાની અરજી પર સુનાવણી છે. એની માતા અલગ-અલગ સમયે 3 પુરુષો સાથે લીવ ઇનમાં રહે છે એમ છતાં મારા પિતાની પાસેથી ભરણપોષણ મેળવીને તેમને છૂટાછેડા ન આપવાના પ્રયાસ કરે છે.

મારા પિતા સરકારી નોકરી કરે છે. તેમણે મને મળવાના અધિકાર જતા ન કરવા માટે પ્રમોશન લીધા ન હતા. નાનો હતો ત્યારથી આ 3 પૈકી એક પુરુષ ઘરે આવતો ત્યારે મને કહેતી કે મામા છે પણ હું સમજણો થયા બાદ મને સમજાય છે કે, કંઈ અજુગતું ચાલી રહ્યું છે. તેને હવે પિતાની સાથે રહેવા જવું છે.

ભરણપોષણ વધારવા માતાએ દીકરાના નામે નવી અરજી કરી:
માતાએ દીકરો પુખ્ત વયનો થયો હોવાને લીધે અભ્યાસ કરાવવાનો ખર્ચ વધ્યો હોવાનું જણાવીને ભરણપોષણની રકમ વધારવા માટેની અરજી કરી છે. જેની જાણ દીકરાને થતાં તેણે અલગથી વકીલની મદદ મેળવીને કેસમાં દાખલ થવા અરજી કરી હતી. તેણે કોર્ટ સમક્ષ કહ્યું હતું કે, તે એક વર્ષનો હતો ત્યારથી માતા સાથે રહેવું પડ્યું છે. હવે મારે પિતા પાસે રહેવું છે પણ માતા મને તેમને મળવા જવા દેતી નથી.

સપ્તાહમાં એકવાર મળવા પિતાએ પ્રમોશન અને બદલી ન સ્વીકાર્યા:
દીકરાએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, તેના પિતા સરકારી નોકરી કરે છે. જેથી એને મળવા તેમના માટે સપ્તાહમાં એક દિવસ નક્કી કરવામાં આવ્યો છે. આ અધિકાર ન ગુમાવવા માંગતા પિતાએ પ્રમોશનની સાથે બદલી થતી હોવાને લીધે એ સ્વીકાર્યાં નથી. જ્યારે માતાનું વર્તન અશોભનીય તેમજ મને મિત્રોમાં શરમ ઊપજાવે એવું છે. તેના પિતા પણ તેને સ્વીકારવા તૈયાર છે પણ માતા જવા દેતી નથી.

એમિકસ ક્યૂરીનો જવાબ બાદ સુનાવણી ઇન કેમેરા ચાલશે:
ગુજરાત હાઇકોર્ટ દ્વારા નીમવામાં આવેલ એમિકસ ક્યૂરીને 14 સપ્ટેમ્બરે જવાબ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે. પત્નીએ ખોટી રીતે મેળવેલ ભરણપોષણની રકમને  પાછી મેળવી શકાય કે નહી? એ અંગે શું જોગવાઈ છે? એની વિગતો રજૂ કરવા માટે કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. વિગતો આવ્યા બાદ કોર્ટ દ્વારા આ અંગે આગળની સુનાવણી ઇન કેમેરા યોજવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *