પ્રેમી સાથે હોટલ પહોંચી બે બાળકોની માતા- છ કલાક બાદ પોલીસે દરવાજો ખોલ્યો તો લટકતી હતી…

મધ્યપ્રદેશ (Madhya Pradesh) માં આવેલા ગ્વાલિયર (Gwalior) માંથી વધુ એક આપઘાતની ઘટના ઘટના સામે આવી છે. બે બાળકોની માતા પોતાના મિત્ર સાથે એક હોટલમાં પહોંચેલી…

મધ્યપ્રદેશ (Madhya Pradesh) માં આવેલા ગ્વાલિયર (Gwalior) માંથી વધુ એક આપઘાતની ઘટના ઘટના સામે આવી છે. બે બાળકોની માતા પોતાના મિત્ર સાથે એક હોટલમાં પહોંચેલી અને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેવાનો ચોંકાવનારો મામલો સામે પ્રકાશમાં આવ્યો છે. ઘટનાની જાણ પોલીસને થતા તરતજ તેની ટીમ સાતેહ ઘટના સ્થળે આવી પહોચી હતી અને મહિલાના મિત્રને પૂછપરછ માટે બેસાડ્યો છે. હાલ પોલીસને શંકા છે કે આ મામલો લગ્નેત્તર સંબંધ સંલગ્ન હોઈ શકે છે.

પોલીસે તપાસ માટે ફોરેન્સિક એક્સપર્ટને પણ બોલાવી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મહિલાને મિત્ર સાથે મોબાઈલ મેસેજ મામલે પણ વિવાદ થયો હતો. ત્યારબાદ મિત્ર હોટલમાંથી બહાર જતો રહ્યો હતો. આ સમગ્ર ઘટના ગિરવાઈ સ્થિત હોટલ પ્રન્સ મામામાં સર્જાય હતી. હાલ એક સવાલ ઉઠ્યો છે કે, પરણિતાએ ફક્ત 6 કલાક માટે જ હોટલ રૂમ કેમ બૂક કર્યો હતો.

પોલીસે જયારે હોટલના સ્ટાફ સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, 17 માર્ચને શુક્રવાર ના રોજ 11.45એ ગોવિંદ સિંહ પાલ નામથી એક રૂમ બૂક કરાયો હતો. રૂમ બપોરે 12 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી બૂક થયો હતો. ગોવિંદની સાથે ગુઢા બાલાજીપુરમની રહીશ 31 વર્ષની લાલી કુશવાહ પણ સાથે હતી. બંને હોટલના રૂમમાં હાજર હતા. થોડીવાર બાદ યુવક તો રહ્યો હતો.

જ્યારે ગોવિંદ ફરી વાર રૂમમાં ગયો ત્યારે રૂમ અંદરથી લોક હતો. ગોવિંદે લાલીને ઘણી બૂમો પાડી તેમ છતાંય તેણે રૂમ ખોલ્યો ન હતો. ત્યાર બાદ ગોવિંદે રિસેપ્શન માંથી ડુપ્લીકેટ ચાવી લઈને મ ખોલવાનું કહ્યું પરંતુ ચાવી મળી નહીં. ત્યાર બાદ છેલ્લે સાંજે ગિરવાઈ પોલીસ સ્ટેશન માંથી કર્મીઓને બોલાવવામાં આવ્યા.

પોલીસે હોટલ પહોંચીને રૂમ ખોલાવ્યો તો મહિલા ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. મહિલાનો એક પગ જમીન પર હતો ત્યારે બીજો પગ બેડ પર ટકેલો હતો અને હાથથી ફંદો પકડેલો હતો. પોલીસ સાથે અવત કરતા તેમણે જણાવ્યું હતું કે, મૃતક મહિલાની ઓળખ ગુઢા બાલાજી પુરમ રહીશ (31 વર્ષ) લાલી કુશવાહ (નીરજ કુશવાહના પત્ની) તરીકે થઈ છે. તેનો મિત્ર ગોવિંદ સિંહ પાલ ચીનોરનો રહીશ છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *