મા દીકરો શાંતિથી બેઠા હતા ને અચાનક માથે પડી દીવાલ- હિંમતવાળા જ જુએ આ વિડીયો

વાયરલ(Viral): ઈન્ટરનેટની આ દુનિયામાં સોશિયલ મીડિયા(Social media)ના માધ્યમથી અનેક વિડીયો વાયરલ(Viral video) થતા હોય છે. જેમાં અમુક વિડીયો ખરેખર આપણા સૌનું દિલ જીતી લે છે.…

વાયરલ(Viral): ઈન્ટરનેટની આ દુનિયામાં સોશિયલ મીડિયા(Social media)ના માધ્યમથી અનેક વિડીયો વાયરલ(Viral video) થતા હોય છે. જેમાં અમુક વિડીયો ખરેખર આપણા સૌનું દિલ જીતી લે છે. ત્યારે આવો જ એક માતાની મમતાનો વિડીયો સામે આવ્યો છે. તમે પણ આ વિડીયો જોઇને મહિલાના વખાણ કરતા નહિ થાંકો.

દુનિયામાં બીજો કોઈ સંબંધ ન હોઈ શકે જેવો એક માતાનો તેના બાળક સાથેનો સંબંધ હોય છે. માતા તેના બાળકની દરેક જિદ્દ પૂરી કરે છે, તેને સૌથી વધુ પ્રેમ કરે છે, દરેક મુશ્કેલીમાં તેને સાથ આપે છે અને જો કોઈ મુશ્કેલી બાળકને આવે છે, તો માતા પણ તેને પોતાના પર લઈ લે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કંઈક આવું જ જોવા મળ્યું છે. જેમાં એક માતા પોતાના બાળકનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. આ વિડીયો જોયા પછી તમે કહેશો કે એક માતા સુપરહીરોથી કઈ ઓછી નથી.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો આઈએફએસ અધિકારી સુસંતા નંદાએ ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, દુનિયાને માતાની જરૂર છે. 16 સેકન્ડની આ વીડિયો ક્લિપમાં તમે જોઈ શકો છો કે એક મહિલા એક નાના બાળક સાથે દિવાલની બાજુમાં બેઠી છે.

અચાનક તેને લાગે છે કે દીવાલ પડવાની છે અને બાળકને બચાવવા માટે દીવાલને પડતી અટકાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ, દિવાલ ઝડપથી પડવા માંડે છે. તેથી સ્ત્રી તેના બાળકને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દે છે અને સ્ત્રી પરથી તમામ ઇંટો જમીન પર પડે છે. પરંતુ, આ સમય દરમિયાન તે તેના બાળકને જરાક પણ ખરોચ આવવા દેતી નથી. ત્યારે એક વ્યક્તિ ત્યાં આવે છે અને બાળકને પોતાના ખોળામાં ઉપાડે છે. પછી સ્ત્રી પણ ઉભી થાય છે અને બધા ત્યાંથી નીકળી જાય છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી આ વીડિયોને 1 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયો જોયા બાદ કેટલાક લોકો માતાને સુપરવુમન હોવાનું કહી રહ્યા છે. એક યુઝરે લખ્યું – દુનિયાને આવી ઘણી માતાઓની જરૂર છે. બીજાએ લખ્યું – માતા ભગવાન કરતાં મોટી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *