મોડી રાત્રે ઘરની દીવાલ ઘસી પડતા માતા-પુત્રનું કરુણ મોત, પિતા-પુત્રી ઈજાગ્રસ્ત

મોરબી(ગુજરાત): હાલમાં વરસાદી મહોળે ભારે તારાજી સર્જી છે. મોરબીમાં પણ સતત પડી રહેલા વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા છે. ગઈકાલે મોડી રાત્રે મોરબીના રફાળેશ્વર ફાટકની બાજુમાં…

મોરબી(ગુજરાત): હાલમાં વરસાદી મહોળે ભારે તારાજી સર્જી છે. મોરબીમાં પણ સતત પડી રહેલા વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા છે. ગઈકાલે મોડી રાત્રે મોરબીના રફાળેશ્વર ફાટકની બાજુમાં આવેલા જીયોટેક કારખાનાની ઓરડીની દીવાલ પડતાં બે શ્રમિકોનાં મૃત્યુ નીપજ્યા છે. જ્યારે બે સભ્ય ઇજાગ્રસ્ત થયા છે. મોડી રાત્રે દોઢ વાગ્યાના અરસામાં શ્રમિક પરિવાર પોતાની ઓરડીમાં સૂતો હતો ત્યારે અચાનક જ ઓરડીની દીવાલ ધસી પડતાં માતા અને પુત્ર દીવાલ નીચે દબાઈ ગયા હતા.

જાણવા મળ્યું છે કે, દીવાલ ધસી પડતા ફૂલકેસરી દેવી માથુર અને પવન રામજી કુમાર માથુર ઉં.વ.13ના નીચે દબાઈ જતાં બંનેનાં મોત નીપજ્યા છે. જ્યારે રામજીભાઈ રામ શંકરભાઈ, સોનું રામજીભાઈ ઇજાગ્રસ્ત થતાં બંનેને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં 108ની ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ માતા-પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાના એવા શ્રમિક પરિવારમાં એક સાથે માતા-પુત્રના અચાનક મોતથી બિહારી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

જાણવા મળ્યું છે કે, રવિવારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં કુલ 209 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ છોટાઉદેપુર અને લોધિકામાં 7.25 ઈંચ વરસાદ ખાબક્યો છે. કાલાવાડ 6 ઈંચ અને કપરાડામાં 5 ઈંચથી વધારે વરસાદ પડ્યો છે. આ ઉપરાંત, હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આંકડાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે સૌથી વધુ છોટાઉદેપુર અને લોધિકામાં 7.25 ઈંચ, કવાંટમાં 6.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉપરાંત, 94 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે જ રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં જેવા કે ગોંડલ, જેતપુર, રાજકોટ શહેર અને મોરબી પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *