માતા કૂટણખાનું ચલાવતી અને દીકરાઓ ગ્રાહક શોધી લાવતા- જાણો કેવો ફિલ્મીઢબે થયો પર્દાફાશ

એક બાજુ જયારે કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે બીજી બાજુ ક્યાંક મસાજ પાર્લરના ઓથા હેઠળ દેહવ્યાપારના ધંધાઓ ધમધમી રહ્યા છો, તો ક્યાંક એકલ દોકલ…

એક બાજુ જયારે કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે બીજી બાજુ ક્યાંક મસાજ પાર્લરના ઓથા હેઠળ દેહવ્યાપારના ધંધાઓ ધમધમી રહ્યા છો, તો ક્યાંક એકલ દોકલ ફ્લેટ કે મકાનો ભાડે રાખી તેમાં દેહવિક્રીયના ગોરખધંધાઓ ચાલી રહ્યા છે.

હાલમાં આવા જ એક શેક્સ રેકેટનો પર્દાફાશ રાજકોટ પોલીસે કર્યો છે જેમાં જાણવા મળ્યું છે કે, એક મહિલા બહારથી યુવતીઓને બોલાવતી જયારે તેના પુત્રો ગ્રાહક શોધી લાવતા અને ગ્રાહક દીઠ 1500 વસુલવામાં આવતા અને ભોગ બનતી યુવતીઓને ફક્ત 500 રૂપિયા જ આપવમાં આવતા હતા.

મળતી માહિતી મુજબ, શહેરના જાગનાથ પ્લોટ શેરી નંબર 15માં આવેલા વીણા એપાર્ટમેન્ટના પહેલા માળે રીટાબેન નામની મહિલા દેહ વ્યાપારનો ધંધો ચલાવતી હોવાની બાતમી પ્રદ્યુમન નગર પોલીસને મળી હતી. આ ઉપરાંત રીટાબેનનો દીકરો ધવલ તથા સંજય પટેલ નામનો વ્યક્તિ ગ્રાહક શોધીને ગ્રાહક મોકલાવતો હોવાની ચોક્કસ બાતમી પણ મળી હતી.

બાતમીની ખરાઇ કરવા માટે તાત્કાલિક પ્રદ્યુમન નગર પોલીસ મથકના પી.એસ.આઇ કે. ડી. પટેલ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ઘટના સ્થળ પર રીટાબેન છેલ્લા ઘણાં મહિનાથી ફ્લેટ ભાડે રાખી દેહવ્યાપારનો ગેરકાયદેસર ધંધો ચલાવતા હતા.

જયારે ફ્લેટની અંદર તપાસ કરવામાં આવી ત્યારે સિક્કિમ તેમજ મૂળ બેંગ્લોરની એમ બે જેટલી સ્ત્રીઓ તેમજ મિતુલ વિરાણી નામનો ગ્રાહક પણ મળી આવ્યો હતો. ફ્લેટમાંથી કોન્ડમ, રોકડ રૂપિયા, મોબાઈલ ફોન સહિત કુલ 22800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, રીટાબેન નામની મહિલા ગ્રાહકો પાસેથી 1500 રૂપિયા લેતી હતી.

જે પૈકી ગ્રાહક દીઠ તે માત્ર ભોગ બનનાર મહિલાઓને 500 રૂપિયા જ ચૂકવતી હતી. ગ્રાહક તેનો પુત્ર ધવલ તથા સંજય પટેલ યુવતીઓ ગોતી લાવતા હતા. હાલ પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ immoral traffic prevention act 1956 ની કલમ 3,4,5 મુજબ ગુનો દાખલ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *