ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

ઉંદરને લાગી ગાંજાની લત- ખાઈને એવા હાલ થઇ ગયા કે…

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે, કોઈ વ્યક્તિ ગાંજાનું સેવન કરી રહ્યો હોય પરંતુ ક્યારેય પણ એવું સાંભળ્યું છે કે, ઉંદર ગાંજાનું સેવન કરી રહ્યો હોય. હાલમાં પણ આવાં જ એક ચોકાવનાર સમાચાર સામે આવી રહ્યાં છે.

ગાંજા વિશે તમે જાણતા જ હશો કે, જેનો ઉપયોગ નશા માટે કેટલાંક લોકો કરતાં હોય છે. ગાંજાનો નશો ફક્ત માણસને જ નહીં પરંતુ પ્રાણીઓને પણ ઘણો આનંદદાયક લાગતો હોય છે. એક ઉંદર એનો એટલો બધો વ્યસની થઈ ગયો કે તે વધુ પ્રમાણમાં એનું સેવન કરવાને લીધે ત્યાં જ બેભાન થઈ પડી ગયો.

ખરેખર, આ ઘટના કેનેડામાંથી સામે આવી રહી છે. જ્યાં કોઈ વ્યક્તિનાં ઘરમાંથી ગાંજાના પ્લાન્ટની સતત ચોરી થઈ રહી હતી. એક દિવસ એણે જોયું કે, એના નાના ખેતરમાં જ ઉંદરે ગાંજાના  કેટલાંક પાંદડા ખાધા તથા નશાથી બેભાન થઈને પડી ગયો. આપને જણાવી દઈએ કે, કેનેડામાં લોકો નિશ્ચિત પ્રમાણમાં એમના ઘરની આગળ બગીચામાં ગાંજો ઉગાડવાની છૂટ છે.

કોલિન નામનાં વ્યક્તિએ એના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક પર આ સમગ્ર ઘટના વિશે જાણકારી આપી હતી. એણે તસવીરો શેર કરતી વખતે લખતાં જણાવ્યું હતું કે કુલ 2 દિવસથી આ નાનો ઉંદર એના ગાંજાનાં છોડમાંથી માત્ર 1-1 પાનની ચોરી કરી રહ્યો હતો. આવું એ ત્યાં સુધી કરતો રહ્યો કે જ્યાં સુધી તે બેભાન ન થયો.

ફોટામાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, ગાંજાનાં છોડના પાંદડા ખાધા બાદ ઉંદર નશામાં ઘસઘસાટ ઊંધો પડીને સૂઈ રહ્યો છે તેમજ એને કોઈપણ જાતનો હોશ નથી. કોલિનની પોસ્ટ પ્રમાણે ઉંદર માત્ર એક અઠવાડિયામાં ગાંજાનો વ્યસની બની ગયો હતો. એણે ઉંદરને જંગલમાં છોડવાનું વિચાર્યું હતું પણ ત્યારપછી પણ ઉંદર ત્યાં પહોંચ્યો. કારણ કે, એને ગાંજાના પાનની લત લાગી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en