મધ્યપ્રદેશમાં ભયાનક અકસ્માત, માતાની લાશ પાસે બાળકો રજળતા જોવા મળ્યા, છ મજૂરોના મોત

કોરોનાવાયરસને કારણે રાષ્ટ્રવ્યાપી lockdown મજૂરો પર કહેર બનીને તૂટી રહ્યું છે. સવારે ઉત્તર પ્રદેશમાં ભયાનક દુર્ઘટના બાદ, હવે મધ્યપ્રદેશમાં પણ એક ખતરનાક રોડ દુર્ઘટના સામે…

કોરોનાવાયરસને કારણે રાષ્ટ્રવ્યાપી lockdown મજૂરો પર કહેર બનીને તૂટી રહ્યું છે. સવારે ઉત્તર પ્રદેશમાં ભયાનક દુર્ઘટના બાદ, હવે મધ્યપ્રદેશમાં પણ એક ખતરનાક રોડ દુર્ઘટના સામે આવી રહી છે. આ દુર્ઘટનામાં છ પ્રવાસી મજૂરોનો મૃત્યુ થઈ ગયું છે. મળતી જાણકારી અનુસાર સાગ- કાનપુર રોડ પર આ દુર્ઘટના થઈ. આ દુર્ઘટના માં મજૂરો થી ભરેલો એક ટ્રક પલટી ખાઈ ગયો.

આ દુર્ઘટનામાં ૩૯ મુસાફરો ઘાયલ થયા જ્યારે પાંચ નું મૃત્યુ થઈ ગયું છે. તેમજ આ ઉપરાંત અન્ય ઘાયલ મજૂરોની પરિસ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. ઘટના બાદ ઘટના સ્થળ પર પોલીસ અને અધિકારીઓ પહોંચી ગયા છે. સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને સ્વાસ્થ્ય કેન્દ્ર પહોંચાડવામાં આવ્યા છે. મોટાભાગના મજૂરો મહારાષ્ટ્ર થી મજદૂર વસ્તી તરફ જઈ રહ્યા હતા.

ઘટનાસ્થળની તસવીરો હૈયું હચમચાવી દે તેવી છે. માતાની લાશ પાસે બાળકો રોતા જોવા મળ્યા છે. આ ઘટના સાથે જોડાયેલા વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે સ્થાનિક લોકો ઘાયલોની મદદ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ દુર્ઘટનાના થોડા કલાકો પહેલાં જ ઉત્તર પ્રદેશમાં પણ એક દુષણ દુર ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં 24 પ્રવાસી મજુરોના મૃત્યુ થઈ ગયા હતા. જ્યારે ઘણા ઘાયલોની સ્થિતિ ગંભીર છે. જણાવી દઈએ કે કોરોનાવાયરસના કારણે લાગુ થયેલા lockdown બાદ મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો પોતાના ઘર તરફ જઈ રહ્યા છે. ટ્રેન અને બસની વ્યવસ્થા હોવા છતાં પ્રવાસીઓ હાઇવે પર પગપાળા, સાઇકલ, બાઇક કે રિક્ષા લઈને જઈ રહ્યા છે. જેને લીધે રોડ દુર્ઘટનાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં સેંકડો પ્રવાસીઓ મજૂરો આ દુર્ઘટનાના શિકાર બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *