આવી ભીષણ ગરમીમાં પણ પોતાની ચેમ્બરનું AC કાઢી, બાળકોની હોસ્પીટલમાં ફીટ કરાવ્યું આ કલેકટરે, જાણો વધુ

હાલમાં ભારતમાં ખુબજ ગરમી પડી રહી છે. લોકો ગરમીથી બચવા અનેક પ્રયત્નો કરી રહ્યા છે. બપોરના સમયે લોકો ઘરે જ રહે છે. આ ભયંકર ગરમીના…

હાલમાં ભારતમાં ખુબજ ગરમી પડી રહી છે. લોકો ગરમીથી બચવા અનેક પ્રયત્નો કરી રહ્યા છે. બપોરના સમયે લોકો ઘરે જ રહે છે. આ ભયંકર ગરમીના કારણે લોકો આ ગરમી સહન નથી કરી સકતા. આવી ગરમીને કારણે શાળાઓ અને બીજી બધી પણ સંસ્થા બંધ રહે છે.

સમગ્ર ઉત્તર ભારત ગરમીને કારણે બેહાલ છે. મધ્ય પ્રદેશનું ઉમરિયા પણ હાલ પ્રચંડ ગરમીના કારણે તપી રહ્યું છે. આ ગરમીમાં બાળકોની સ્કૂલો તો બંધ છે, પરંતુ હોસ્પિટલો તપી રહી છે. તાર અને લૂને કારણે જિલ્લાનું તાપમાન 42થી 45 ડિગ્રીની આસપાસ છે. આ જીવલેણ ગરમીને કારણે જિલ્લાની ચાઈલ્ડ ગવર્નમેન્ટ હોસ્પિટલની હાલત ખૂબ જ ખરાબ છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકો બીમારી સામે તો લડી જ રહ્યા છે, સાથે જ ગરમીનો પણ તેમણે સામનો કરવો પડી રહ્યો છે. હોસ્પિટલમાં દાખલ એક બાળકની મદદ માટે જિલ્લાના કલેક્ટરે સરાહનીય કામ કર્યું છે. તેમણે પોતાની ઓફિસમાંથી AC કઢાવીને બાળકોની હોસ્પિટલમાં લગાવડાવી દીધું છે. કલેક્ટરના આ પગલાંને કારણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકો અને તેમના પરિવારજનોને ખૂબ જ રાહત મળી છે.

રિપોર્ટ અનુસાર, મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લામાં બાળકોનું પોષણ પુનર્વાસ કેન્દ્ર આવેલું છે. અહીં શારીરિકરીતે નબળાં અને પોષણની ઉણપ સામે લડી રહેલા નવજાત બાળકોની સારવાર કરવામાં આવે છે. ગરમીને કારણે બાળકોની હાલત ખૂબ જ નાજુક હતી. તેને જોતા જિલ્લા કલેક્ટર સ્વરોચિષ સોમવંશીએ પોતાની ચેમ્બર અને ઓફિસમાં લગાડેલા 4 ACને ત્યાંથી કઢાવીને બાળકોની આ હોસ્પિટલમાં લગાવડાવી દીધા. ઉમરિયાના કલેક્ટર સ્વરોચિષ સોમવંશીએ કહ્યું હતું કે, આ અચાનકથી લેવામાં આવેલો નિર્ણય હતો, NRC બિલ્ડિંગની અંદર ખરેખર ખૂબ જ ગરમી હતી, અમે લોકો AC અરેન્જ કરી રહ્યા છીએ, પરંતુ અમે અનુભવ્યું કે અહીં તાત્કાલિક ધોરણે AC લગાવવાની જરૂર છે, કારણ કે ત્યાં બાળકો હતા. NRCમાં 4 બ્લોક છે, અમે તમામમાં AC લગાવડાવી દીધા છે.

કલેક્ટરના આ પગલાંના બાળકોના માતા-પિતા વખાણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, પંખામાંથી આવતી ગરમ હવા બાળકોની તબિયતને વધુ ખરાબ કરી રહી હતી, પરંતુ હવે તેમને રાહત મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *