ધોનીએ લીધો મોટો નિર્ણય: હવે ટીમ સાથે જ નહિ પરંતુ દેશ માટે પણ કરશે આ કામ. જાણો વિગતે

725
TrishulNews.com

પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીએ શનિવારે સ્પષ્ટ કર્યું કે, તે ભારતીય ટીમના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ઉપલબ્ધ રહેશે નહીં. ત્યારબાદ આ વિકેટકીપર બેટ્સમેનના ભવિષ્યને લઈને ફરી એકવાર સવાલ ઉઠવા શરૂ થઈ ગયા છે.

ધોની ટૈરિટોરિયલ આર્મીની પેરાશૂટ રેજિમેન્ટમાં લેફ્ટિનેન્ટ કર્નલ છે, અને તેવા સમાચાર મળી રહ્યાં છે કે, તે આગામી બે મહિનામાં ઘણો સમય આ રેજિમેન્ટની સાથે પસાર કરશે.

બીસીસીઆઈના એક ટોચના અધિકારીએ આ મામલામાં જાણકારી આપી છે. અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું, ”ધોનીએ ખુદને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે અનુપલબ્ધ ગણાવ્યો છે કારણ કે તે આગામી બે મહિના પેરામિલિટ્રી રેજિમેન્ટની સાથે સમય પસાર કરશે.

38 વર્ષીય ધોનીએ બીસીસીઆઈને પોતાના આ નિર્ણય વિશે જણાવી દીધું છે. રવિવારે એમએસકે પ્રસાદની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિ મુંબઈમાં બેઠક કરશે જેમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી કરશે.

ધોની આ પ્રવાસમાથી હટ્યા બાદ માનવામાં આવી રહ્યું છે કે ત્રણેય ફોર્મેટમાં રિષભ પંત વિકેટકીપર તરીકે પ્રથમ પસંદ હશે. તો રિદ્ધિમાન સાહા વિકેટકીપરના રૂપમાં બીજી પસંદ હોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Loading...