હવે ધોની ક્રિકેટની ઇનિગ્સ નહિ પરંતુ રાજનીતિની ઇનિગ્સ રમશે. તસ્વીરો આવી સામે.

મહેન્દ્ર સિંહ ધોની એક એવુ નામ છે જેના માટે દુનિયાની કોઈ પણ વસ્તુ અસંભવ નથી. અત્યાર સુધીમાં રોજ ને રોજ કઈક નવું નવું કરીને તેના ચાહકોને ભેટ આપતો રહે છે. હાલ માંજ ઇન્ડિયન આર્મીમાં જોડાઇને ટ્રેનિંગ લીધી, અને  આર્મીમેન બની ગયો હતો. હવે રાજનીતિનો પોશાક પહેરીને રાજનેતા બની ગયો છે. હાલમાં તેની એક તસવીર વાયરલ થઇ રહી છે જેમાં તે રાજનેતાના લૂકમાં જોવા મળી રહ્યો છે.


મહત્વની વાત છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી પોતાની આર્મી ટ્રેનિંગ પુરી કરીને આવેલો ધોની હાલ એક એડના શૂટિંગમાં વ્યસ્ત છે. મુંબઇમાં તે એક એડના શૂટિંગ દરમિયાન એક નેતાના અવતારમાં દેખાયો હતો, ધોનીએ કુર્તો અને ટોપી પહેરી હતી, આ તસવીર જેવી વાયરલ થઇ એવી જ ધોનીના રાજકારણમાં આવવાની વાતો શરૂ થઇ ગઇ હતી. ફેન્સ ટ્વીટર પર ધોનીની તસવીર રિએક્શન પણ આપી રહ્યાં છે.

ધોનીએ આ તસવીરના કેપ્શનમાં લખ્યું હતું, ‘જહાં જનતા, વહાં હમ.’, આ ઉપરાંત તાજેતરમાં જ ધોની પોતાની પર્સનલ હેયરસ્ટાઇલિસ્ટ સપના સાથે નવો લૂક આપતા દેખાયો હતો.

ઉલેખનીય છે કે, વર્લ્ડકપ ફાઇનલમાં હાર બાદ પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન ધોની ક્રિકેટની દુનિયાથી હાલ દુર થઇ ગયો છે. જોકે, રિટાયર નથી થયો પણ બે મહિનાના આરામ પર છે, 37 વર્ષીય ક્રિકેટર ટુંકસમયમાં ક્રિકેટના મેદાન પર વાપસી કરી શકે છે.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.