1500 કિલોમીટર દૂર પીએમ મોદીને મળવા આવેલા માણસને કોંગ્રેસે આપી વિધાનસભાની ટિકિટ

2019 ની લોકસભાની ચૂંટણીની સાથે-સાથે ઓડિશામાં વિધાનસભાની ચૂંટણીની પણ તારીખો નક્કી થઈ ગઈ છે. માં પ્રમુખ રાજનૈતિક દડો પોતપોતાના ઉમેદવારોની યાદીઓ તૈયાર કરવામાં મશગુલ છે.…

2019 ની લોકસભાની ચૂંટણીની સાથે-સાથે ઓડિશામાં વિધાનસભાની ચૂંટણીની પણ તારીખો નક્કી થઈ ગઈ છે. માં પ્રમુખ રાજનૈતિક દડો પોતપોતાના ઉમેદવારોની યાદીઓ તૈયાર કરવામાં મશગુલ છે. એવામાં કોંગ્રેસ પાર્ટીએ પણ વિધાનસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસે 31 વર્ષીય મૂર્તિકાર મુક્તિકાન્ત બિસ્વાલ ને ટિકિટ આપી છે. ઓડિશાના રહેવાસી મુક્તિકાન્ત બિસ્વાલ એ સમયે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે વડાપ્રધાન મોદીને મળવા માટે 71 દિવસ સુધી પગપાળા યાત્રા કરી હતી. તમને જણાવી દે કે તે સમયે બિસ્વાલે 1500 કિલોમીટર પગપાળા યાત્રા કરી હતી. છતાં તેમની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત સંભાવ ન થઇ.

મુક્તિકાન્ત બિસ્વાલ ને કોંગ્રેસે આપી ટિકિટ :-

મુક્તિકાન્ત બિસ્વાલ પોતાની સાથે તિરંગો ઝંડો અને એક મોટું બેનર લઈને ગયા વર્ષે જૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા નીકળ્યા હતા. તેમનું કહેવું હતું કે તેઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાઉકેલા ના દવાખાના નું અપગ્રેડેશન કરાવવા અંગે નું વચન ફરી યાદ દેવડાવવું હતું. પરંતુ દિલ્હી પહોંચ્યા પહેલાં જ બિસ્વાલ દિલ્હી-આગ્રા વચ્ચેના હાઇવે પર બેહોશ થઈને પડી ગયા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. ત્યારબાદ તેઓ નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી પહોંચી ગયા હતા પરંતુ તેમની આ કોશિશો નિષ્ફળ સાબિત થઈ.

ભલે મુક્તિકાન્ત તે કોશિશ નિષ્ફળ રહી પરંતુ કોંગ્રેસે તેમને વિધાનસભાની ટિકિટ આપી છે. કોંગ્રેસે તેમને રાઉકેલા થી વિધાનસભાના ઉમેદવાર બનાવ્યા છે. ઓડિશાની વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસને લિસ્ટમાં ઘણા ચોંકાવનારા નામો છે.

તમને જણાવી દઈએ કે શુક્રવાર મોડી રાત્રે ઓડિશાની વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ઓડિશામાં 21 લોકસભાને છે સીટ અને 147 વિધાનસભાની સીટો છે. અમે 11,18,23 ,29 એમ ચાર તબક્કામાં ચૂંટણી યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *