યુવતી અને મહિલાઓને વાતોમાં લઈને દેહવ્યાપારમાં ધકેલનાર ટોપીબાઝ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં દેહવ્યાપારના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. ઉપરાંત, દેશના અલગ અલગ રાજ્યોમાં છોકરીને ફોસલાવીને બીજા રાજ્યોમાં લઈ જઈને તેમને દેહવ્યાપાર કરાવવામાં આવતા…

સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં દેહવ્યાપારના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. ઉપરાંત, દેશના અલગ અલગ રાજ્યોમાં છોકરીને ફોસલાવીને બીજા રાજ્યોમાં લઈ જઈને તેમને દેહવ્યાપાર કરાવવામાં આવતા હોવાના કિસ્સા સતત સામે આવતા હોય છે. તેમજ, મહિલાઓને કે છોકરીઓને કોઈ વાતોમાં ભોળવીને બોલાવીને અજાણ્યા વ્યક્તિઓને વેચવાના કિસ્સાઓ પણ અગાઉ સામે આવી ચુક્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા આ ગુનામાં ગુનાહિત ઇતિહાસ ધરવતા અને છેલ્લા ચાર વર્ષથી ભગતા ફરતા મુંબઈના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપેલા આ ઇસમનું નામ શિવા રામકુમાર ચૌધરી છે. જેને ઇચ્છપોર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે અને પોલીસને એવી હકીકત મળી હતી કે, આ આરોપી મુંબઈના સંગઠિત ગુન્હેગારી નિયંત્રણ અધિનિયમના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ભાગતો ફરતો હતો. અને છેલ્લા 10 દિવસથી સુરતમાં રહેવા માટે આવ્યો હતો. નેપાળ ખાતેથી સુરતમાં આવતાની સાથે પોલીસ દ્વારા આ આરોપીને બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે.

આ આરોપી અંગે વધુમાં જાણવા મળ્યું છે કે, મુંબઈ નહિ પણ દેશભરના અલગ અલગ રાજ્યોમાં આ ગેંગનું નેટર્વક ચલાવવામાં આવતું હતું અને ભારત બહારથી પણ છોકરીઓ કે મહિલાઓને લાવીને તેમની પાસે બળજબરીપૂર્વક દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો.

આ ગેંગનો મુખ્ય આરોપી અને એજન્ટ કૃષ્ણસિંગ સુરેન્દ્રસિંહ તેના બીજા એજન્ટ સાથે મળીને રશિયન છોકરી, દિલ્લી, નેપાળ તેમજ દેશના અલગ અલગ રાજ્યોમાંથી છોકરીઓ લાવી તેમને દેહવ્યાપારમાં ધકેલવામાં આવતી હતી. આ ઉપરાંત, આરોપીઓની ટીમ દ્વારા પણ ઓનલાઇન વેબસાઈટ અને ઈન્ટરનેટના માધ્યમથી અલગ અલગ ગ્રુપમાં છોકરીઓના ફોટો મોકલવામાં આવતા હતા અને ગ્રાહકો પાસે રૂપિયા લેવામાં આવતા હતા.

મળતી માહિતી મુજબ, પકડાયેલ આરોપી શિવા રામકુમાર ચૌધરી આ ટીમમાં એજન્ટ તરીકેની ભૂમિકા ભજવતો હતો. હાલમાં, આ પકડાયેલ આરોપી નેપાળ ખાતે રહેતો હતો પણ મામલો થોડો શાંત થતાની સાથે સુરતમાં 10 દિવસ પહેલા જ આવ્યો. આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ કરવામાં આવે તો આ દેશવ્યાપી દેહવ્યાપારના મોટા નેટર્વકનો પર્દાફાશ થવાની સાથે અનેક મહિલાઓની જિંદગી પણ બચી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *