મુંબઈમાં ખડી ઈમારત સમાઈ ગઈ જમીનમાં, આટલા લોકોના થયા મૃત્યુ. જાણો વિગતે

Published on Trishul News at 6:29 PM, Tue, 16 July 2019

Last modified on July 16th, 2019 at 6:29 PM

મુંબઈના ડોંગરી વિસ્તારમાં એક ચાર માળની ઈમારત ધરાશાહી થઈ છે. આ દુર્ઘટનામાં 40થી 50 લોકો ફસાયા છે .ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી અને બચાવકાર્ય શરૂ કર્યો છે. એનડીઆરએફના જણાવ્યા અનુસાર સાંકડી શેરી હોવાને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી નો સામનો કરવો પડે છે.

મુંબઈ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર આજે બપોરે 11 વાગ્યે ડોંગરી વિસ્તારના ચંદેરી માં કેસરબાઈ નામની ઈમારત નો અડધો ભાગ ધરાશાયી થયો છે. આ ઈમારત અબ્દુલ હમીદ ખાન દરગા ની પાછળ આવેલી છે. અને ઘણી જૂની હોય તેવું જણાઈ આવે છે. અત્યાર સુધીમાં માત્ર એક માસુમ ને જ બહારની કરવામાં આવ્યો છે.

આ ઘટનામાં અત્યાર સુધીના સમાચાર મુજબ 4 લોકોની મૃત્યુ થઈ ચૂકી છે. અને આઠ લોકોને ઘાયલ હાલતમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. બીએમસી તરફથી જણાવવામાં આવ્યું છે કે, આ ઇમારત માં વસતા લોકોને નવી ઇમારત વસવાટ માટે આપવામાં આવશે. આ બધાની વચ્ચે બીએમસી દ્વારા લખેલી ચિઠ્ઠી પણ સામે આવી છે. તેમાં જણાવ્યું છે કે આ બિલ્ડીંગ ખતરનાક છે અને હવે આવીને ખાલી કરવાની પણ સલાહ લેવામાં આવી ગઈ છે.


મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પહેલેથીજ કહેવામાં આવ્યું હતું કે,આ ઇમારત 100 વર્ષ જુની છે. ત્યાં વસનારા લોકોને આ ઈમારત ખાલી કરવાની આદેશ પણ પહેલા દેવામાં આવ્યો હતો. હવે અમારું ફોકસ માત્ર લોકોને બચાવવા ઉપર રહેલો છે.

આ બિલ્ડીંગ 100 વર્ષ જૂની હોવાના કારણે બી એસ બી ડેવલપર્સ દ્વારા 2012માં એન.ઓ.સી દેવામાં આવી હતી. MHADA ના મત મુજબ કોઈપણ લિસ્ટમાં જણાવવામાં આવી નથી. જેના કારણે આ બિલ્ડિંગને ખતરનાક બિલ્ડિંગ માં સામેલ કરવામાં આવી હતી. એનડીઆરએફ નું કહેવું છે કે આ બિલ્ડીંગ એક સાંકડી ગલીમાં હોવાના કારણે લોકોને બચાવવા ખૂબ જ મુશ્કેલ બની રહ્યો છે.

આ ઇમારત ચાર માળની હોવાનું જણાઇ આવ્યું છે.જે ડોંગરી ના ટંડેલ ગલીમાં આવેલી છે જે 11:48 મિનિટ પર તેનો અડધો ભાગ પડ્યો હોવાનું જણાવ્યું છે. જેમાં કદાચ 8 થી 10 પરિવારો રહેતા હોય તેઓ જણાયો છે. જેમાંથી 4 પરિવારોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે બીજા લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા હાલમાં શરૂ કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "મુંબઈમાં ખડી ઈમારત સમાઈ ગઈ જમીનમાં, આટલા લોકોના થયા મૃત્યુ. જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*