બોલીવુડની આ અભિનેત્રી ફાઇવ સ્ટાર હોટલમાં ડ્રગ્સ સાથે કરી રહી હતી જન્મદિવસની ઉજવણી, પોલીસે કરી ધરપકડ 

બોલીવુડની એક અભિનેત્રીને મુંબઈમાં તેના જન્મદિવસ પર ડ્રગ્સ સાથે પાર્ટી કરવી મોંઘી પડી હતી. જ્યારે પાર્ટી ફૂલ જોશ અને ઉત્સાહમાં ચાલી રહી હતી, ત્યારે જ…

બોલીવુડની એક અભિનેત્રીને મુંબઈમાં તેના જન્મદિવસ પર ડ્રગ્સ સાથે પાર્ટી કરવી મોંઘી પડી હતી. જ્યારે પાર્ટી ફૂલ જોશ અને ઉત્સાહમાં ચાલી રહી હતી, ત્યારે જ કોઈ અજાણી રિતે પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસ ટીમે મોડી રાત્રે હોટલમાં દરોડો પાડ્યો હતો અને અભિનેત્રીને તેમની મિત્ર સાથે ધરપકડ કરી હતી. અભિનેત્રીની ઓળખ નાયરા નેહલ શાહ તરીકે થઈ છે.

આ સમગ્ર ઘટના મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. જ્યાં બોલિવૂડ એક્ટ્રેસ નેહલ શાહ તેનો જન્મદિવસ ફાઇવ સ્ટાર હોટલમાં સેલિબ્રેટ કરી રહી હતી. પોલીસે રવિવાર-સોમવારની વચ્ચેની રાત્રે હોટલ પર દરોડો પાડતા આ સમગ્ર ઘટના બહાર આવી હતી.

એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, રવિવારની રાત્રે 3 વાગ્યાની આસપાસ ફાઇવ સ્ટાર હોટલમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યાં બોલિવૂડમાં નાનકડા રોલ કરનારી અભિનેત્રી તેમના મિત્ર સાથે ડ્રગ પીતી હતી તે જ સમયે રેડ પાડતા બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

આ સમગ્ર ઘટના અંગે સાંતાક્રુઝ પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. સાન્તાક્રુઝ પોલીસના વરિષ્ઠ અધિકારી જ્ઞાનેશ્વર ગનોરને એક ખાનગી સુચના મળી હતી કે બોલિવૂડ અભિનેત્રી તેના મિત્રો સાથે ફાઇવ સ્ટાર હોટલમાં પાર્ટી કરી રહી છે. જેમાં ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *