મુંબઈ અને ચેન્નઈ ચોથી વખત ફાઇનલમાં ટકરાશે, જાણો કોનું પલડું છે ભારે…

ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) અને મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઈ) વચ્ચેની આઈપીએલ સિઝન 12 ફાઇનલ રવિવાર 12 મી મે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ચેન્નઈ સુપર…

ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) અને મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઈ) વચ્ચેની આઈપીએલ સિઝન 12 ફાઇનલ રવિવાર 12 મી મે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

ચેન્નઈ સુપર કિંગ્સે આઇપીએલના દસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને તેઓ આઠ વખત રેકોર્ડમાં પહોંચવામાં સફળ રહ્યા છે.ત્રણ વખત તે ચેમ્પિયન બન્યો છે. મુંબઇ ઇન્ડિયન્સ પાંચમા વખત ફાઈનલમાં પહોંચ્યું. ત્રણ વખત તેણે ખિતાબ જીત્યો છે.

આઇપીએલમાં આ ચોથી તક હશે જ્યારે ફાઈનલમાં મુંબઈ અને ચેન્નઈ એકબીજાને સામનો કરશે.આઇપીએલ ફાઇનલની વાત કરીયે તો મુંબઈ ચેન્નઈ પર ભરી પડી છે.ફાઈનલમાં અત્યાર સુધીમાં મુંબઈ બે અને ચેન્નઈ એક વાર જીતવામાં સફળ રહ્યા છે.મુંબઇએ પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નઈને હરાવ્યું. મહેન્દ્ર સિંહ ધોની નવમી વાર આઈપીએલ ફાઇનલ રમશે.આ સિઝનમાં મુંબઈએ ચેન્નઈને 3 વખત હરાવ્યો છે, જેમાં બે લીગ મેચ અને ક્વોલિફાયર મેચનો સમાવેશ થાય છે.

મુંબઇ 2010 ચેન્નઈ સામેની આઈપીએલ ફાઇનલમાં હારી ગયું હતું, તે સમયે ટીમના કેપ્ટન સચિન તેંડુલકર હતા.ત્યારબાદ, મુંબઇ ઇન્ડિયન્સે 2013 અને 2015 ની આઈપીએલ ફાઇનલમાં ચેન્નઈને હરાવ્યું, જેમાં રોહિત શર્મા મુંબઈના કેપ્ટન હતા.

મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા અને ક્વિન્ટન ડેકૉક આ સિઝનના શ્રેષ્ઠ ઓપનિંગ જોડીમાંની એક પુરવાર થયા છે, મધ્યમાં, સૂર્યકુમાર યાદવે ઘણી વખત ટીમ લીધી છે. આ સીઝન દરમિયાન મુંબઈના ખેલાડી હાર્દિક પંડ્યા એ ખુબજ મહત્વની ભૂમિકા ભજવી હતી. હાર્દિક પંડ્યા આખરી ઓવરમાં રમવામાં ખુબજ સારી ભૂમિકા ભજવી હતી.હાર્દિકને પોલાર્ડનો ખુબ સારો સાથ મળ્યો હતો.

મુંબઈમાં 2 ધુરંધર બોલરો પણ છે. જે આખરીની ઓવરમાં ખુબ જ  ઓછા રન આપે છે.અને ખુબજ મહત્વની ભૂમિકા પણ ભજવે છે. જસપ્રીત બુમરાહ અને મલિંગાની જોડી ચેન્નઈ માટે ખતરનાક પુરવાર થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *