દાદીનું પૌત્રએ કાપી નાખ્યું ગળું અને પછી લાશની સાથે કર્યું એવું કે… જાણીને તમે ચોંકી ઉઠશો

Published on: 6:31 pm, Wed, 14 October 20

જ્યારે દાદીએ વાત કરવાનું બંધ કરી દીધું ત્યારે પૌત્રએ તેનું ગળું કાપી, શરીર કાપી નાખી અને તે બધા ઓરડામાં ફેંકી દીધા. દેશની આર્થિક રાજધાની મુંબઇમાં, 25 વર્ષના એક યુવકે તેની દાદીનું ગળું કાપી નાખ્યું અને ત્યારબાદ તેના શરીરને કાપી અને તેને ઓરડામાં ફેંકી દીધા.

પોલીસના જણાવ્યા અનુસાર, ક્રિસ્ટોફર ડાયસ નામના આરોપીએ ‘રિહેબ સેન્ટર’થી પાછા ફર્યા પછી સોમવારે તેની દાદીની હત્યા કરી હતી. ન્યૂઝ એજન્સી ‘પીટીઆઈ’ અનુસાર તેના માતાપિતા ઇઝરાઇલમાં રહે છે અને રિહેબ સેન્ટરથી પરત ફર્યા બાદ યુવક તેની દાદી સાથે જ રહેતો હતો.

હકીકતમાં, ડાયસને નશાની લતને કારણે ‘રિહેબ સેન્ટર’માં દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી તે ઘરે પરત ફર્યો હતો. રાત્રે તેનો પિતરાઇ ભાઇ તેના ઘરે જમવા આવ્યા હતા, તે વખતે દાદીએ બધાને ડાયસ સાથે વાત ન કરવાનું કહ્યું હતું. ત્યારે ડાયસ તેની દાદી પર ગુસ્સે થયો હતો અને મંગળવારની મધ્યરાત્રિએ, તેણે તેની દાદીનું ગળું છરીથી કાપી નાખ્યું હતું.

પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે તેમને વૃદ્ધ મહિલાના શરીરના ટુકડાઓને ઓરડામાં ફેલાયેલા જોવા મળ્યાં હતાં. હત્યા બાદ ડાયસે તેના પિતાને ફોન કર્યો હતો, જે ઇઝરાઇલની યાત્રા કરી રહ્યા હતા. ડાયસે પોતાનો ગુનો સ્વીકાર્યો છે.

જ્યારે આરોપીના પિતા મુંબઇ પહોંચ્યા ત્યારે ડાયસ લોહીથી લથપથ જોવા મળી રહ્યો હતો. ત્યારબાદ, પડોશીઓ એ સવારે 10:15 વાગ્યે પોલીસને બોલાવી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ડાયસ વિરુદ્ધ હત્યા સહિતના વિવિધ ગુના હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle