એકસાથે બે અલગ-અલગ જગ્યાએથી પોલીસે ઝપડી પડ્યો કરોડોની કિંમતનો ગાંજો- આખેઆખો ટ્રક…

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની મુંબઈની ટીમે મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાંથી 1.1 ટન ગાંજો જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત 4 કરોડની આસપાસ માનવામાં આવી રહી…

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની મુંબઈની ટીમે મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાંથી 1.1 ટન ગાંજો જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત 4 કરોડની આસપાસ માનવામાં આવી રહી છે. ગાંજાનો આ માલશામાન આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી મુંબઈ આવી રહ્યો હતો. તે દરમિયાન સપ્લાયર તેમજ રીસીવરની ઓળખ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન 2 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. પકડાયેલ બંને આરોપીઓ આંધ્રપ્રદેશના રહેવાસી છે એવું કહેવામાં આવી રહ્યું છે. તે નાંદેડના નાયગાંવ તાલુકાના મૌજે મંજરમ નજીક ગેરકાયદેસર રીતે તેનું પરિવહન દરમિયાન પકડવામાં આવ્યા હતા.

બીજી કાર્યવાહીમાં, NCBએ મહારાષ્ટ્રના જ જલગાંવમાંથી 1500 કિલો ગાંજાનો જથ્થો ઝડપ્યો હતો. તે 1500 કિલો ગાંજો ટ્રકમાં લઈ જવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન તેને જલગાંવના એરંડોલમાંથી જપ્ત કરવામાં આવ્યો છે. ગાંજો આંધ્રપ્રદેશથી મહારાષ્ટ્ર લાવવામાં આવી રહ્યો હતો તે દરમિયાન ગાંજાના આ કન્સાઈનમેન્ટને માત્ર આંધ્રપ્રદેશથી મહારાષ્ટ્ર લાવવામાં આવતું ન હતું પરંતુ અન્ય રાજ્યોમાં પણ મોકલવાની પણ યોજના કરવામાં આવી હતી.

નાંદેડમાં 1.1 ટન ગાંજો જપ્ત કરવામાં આવ્યો
મુંબઈની NCB ટીમને માહિતી મળી હતી કે, નાયગાંવ તાલુકાના મૌજે મંજરમ નજીક મોટા પાયે ગાંજાની હેરફેર કરવામાં આવી રહી છે. તે માહિતી મળતાં જ મુંબઈ NCBની ટીમ સવારે પાંચ વાગ્યાની આસપાસ મંજરમ પહોંચી હતી. અહીં સ્થાનિક પોલીસ અને ગ્રામજનોની મદદથી MH 26 AD 2165 નંબરના ટ્રકને અટકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તે ટ્રકની તલાશી લેવામાં આવી હતી. સર્ચ દરમિયાન 35 બોરીઓમાં 4 કરોડનો ગાંજો મળી આવ્યો હતો.

મુંબઈ એનસીબીએ સવારે જલગાંવ જિલ્લાના એરડોલમાં સમાન ઓપરેશનમાં 1500 કિલો ગાંજો જપ્ત કર્યો હતો. તે દરમિયાન એનસીબીને માહિતી મળી હતી કે ટ્રકમાં ગેરકાયદેસર રીતે ગાંજાની હેરફેર કરવામાં આવી રહી છે. જ્યારે NCBએ તે ટ્રકને રોક્યા હતા અને તેની તલાશી લેતા લગભગ 1500 કરોડનો ગાંજો મળી આવ્યો હતો. તે ઉપરાંત તેને આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમથી મહારાષ્ટ્ર લાવવામાં આવી રહ્યો હતો. જાણવામાં આવી રહ્યું છે કે નાંદેડમાં જપ્ત કરાયેલો ગાંજો પણ વિશાખાપટ્ટનમથી જ લાવવામાં આવતો હતો. તેમજ ગાંજાના કન્સાઈનમેન્ટને માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં, અન્ય ઘણા રાજ્યોમાં પણ સપ્લાય કરવાની યોજના હતી. હાલ આ મામલે NCB દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *