ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

મુંબઈમાં હજુ વધુ ભારે વરસાદની ચેતવણી, હાલ થયા છે બેહાલ

વરસાદને કારણે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ ખરાબ હાલતમાં છે. બુધવારે અવિરત વરસાદને કારણે શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાયા હતા, તમામ ટ્રાફિક ખોરવાયો હતો, જ્યાં લોકો અટવાયા હતા. સ્થિતિ એવી છે કે માત્ર 12 કલાકમાં જ, મુંબઇના કોલાબા વિસ્તારમાં 46 વર્ષમાં વરસાદ પડ્યો ન હતો એટલો વરસાદ પડ્યો હતો. ગુરુવારે પણ મુંબઇમાં જોરદાર વરસાદની ચેતવણી છે અને જોરદાર પવન ફુકાવાનું કહેવામાં આવી રહ્યું છે.

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે બપોરના 1.51 વાગ્યે હાઇ ટાઇડ આવી શકે છે. 4.33 મીટરની ઉંચાઇ સુધીની હાઇ ટાઇડની ચેતવણી આપવામાં આવી છે.વરસાદને કારણે મુંબઇની નાયર હોસ્પિટલમાં પૂર આવ્યું હતું. શહેરના ઘણા વિસ્તારો એવા છે જે પાણીથી ભરેલા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે કોલાબા વિસ્તારમાં 331 એમએમ સુધીનો વરસાદ થયો હતો, જ્યારે સાંતાક્રુઝ વિસ્તારમાં લગભગ 163 એમએમ વરસાદ થયો હતો. આગામી ત્રણ-ચાર કલાકમાં મુંબઇ અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.પુરની પરિસ્થિતિ સામે પોહચી વળવા NDRFની ટીમો પણ ગોઠવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP