અહિયાં ભારે વરસાદથી સર્જાઈ વાવાઝોડાની સ્થિતિ- જુઓ વિડીયો

Published on Trishul News at 2:23 PM, Sat, 4 July 2020

Last modified on July 4th, 2020 at 2:24 PM

હાલમાં મુંબઈમાં ભારે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગએ શનિવારે મુંબઇ અને આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગે રાયગઠ અને રત્નાગીરી માટે ભારે વરસાદ માટે રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, શનિવારે મુંબઇ, પાલઘર, થાણે અને રાયગઠ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, ગોવા-કોંકણ, છત્તીસગઢ અને બિહારમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. મુંબઈ અને આસપાસના વિસ્તારમાં પણ 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. શનિવારે આ વિસ્તારમાં રેડ એલર્ટ બહાર પાડ્યું છે. શુક્રવારે આખો દિવસ મુંબઈ સહિત ઘણા વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો. રત્નાગિરી અને રાયગઢના અમુક વિસ્તારમાં પાણી ભરાયું હતું. 5 મીટર ઉંચા મોજા ઉછળી શકે છે. BMCએ દરિયા કિનારે ન જવાનું કહ્યું છે.

મુંબઈના દરિયામાં ભરતી

મુંબઈમાં આગામી બે દિવસ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ સાથે જ મુંબઇના દરિયામાં ભરતી આવી છે. ઊંચી ભરતીમાં દરિયાનાં મોજાં વહી રહ્યા છે. મુંબઈમાં ભરતીની સાવચેતી વચ્ચે સમુદ્રમાં મોજાઓ વધી રહ્યા છે, સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલા વિડીયોમાં દરિયા કિનારે મોજા જોરથી ત્રાટકતા બતાવવામાં આવ્યા છે.

બૃહમ્મુબાઈ મ્યુનિસિપલ કોર્પોરેશનએ મુંબઇમાં ઉચ્ચ ભરતીનું એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વચ્ચે બૃહમ્મુબાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ મુંબઇમાં ઉચ્ચ ભરતીનું એલર્ટ જાહેર કર્યું હતું. મળતી માહિતી મુજબ, શનિવારે સવારે 11.30 વાગ્યાની આસપાસ દરિયામાં 4.57 મીટર ઉંચી તરંગો વધવાની ધારણા હતી. બીએમસીએ લોકોને દરિયા કિનારા પર ન જવાની સલાહ આપી છે.

ભારતીય હવામાન વિભાગે શુક્રવારે સાંજે મુંબઇ, રત્નાગિરી અને રાયગઠમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, શનિવારે પાલઘર, મુંબઇ, થાણે અને રાયગઠમાં ઘણા સ્થળોએ મુશળધાર વરસાદ પડી શકે છે. કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે.

મુંબઈ ફાયર બ્રિગેડની પૂર રાહત પેટ્રોલિંગને એલર્ટ કરી દેવામાં આવી છે અને 6 કેન્દ્રો પર આવી બચાવ ટીમો બનાવવામાં આવી છે. મુંબઈ શહેરમાં એનડીઆરએફની 3 ટીમો અને એસડીઆરએફની 2 ટીમોને એલર્ટ મોડ પર મૂકવામાં આવી છે. બીએમસીએ ભારતીય કોસ્ટગાર્ડ અને ભારતીય નૌકાદળના અધિકારીઓને તાત્કાલિક સમયે બચાવ કામગીરી માટે સાવધ રહેવા જણાવ્યું છે.

વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે

શુક્રવારે મુંબઇમાં ભારે વરસાદને કારણે શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઇ જવાથી લોકોને ભારે મુશ્કેલી પડી હતી. સમાચાર એજન્સી પી.ટી.આઈ.ના જણાવ્યા અનુસાર દાદર, માટુંગા, વરલી નાકા, લાલબાગ, કુર્લા, અંધેરી સહિતના અનેક વિસ્તારોમાં વરસાદના પાણીએ રસ્તાઓ ભરાયા હતા.

નોંધપાત્ર વાત એ છે કે, શુક્રવાર સવારથી ભારે વરસાદને કારણે મુંબઇ સહિત મહારાષ્ટ્રના કોંકણના મોટાભાગના વિસ્તારોમાં ટ્રાફિકને અસર થઈ છે. શુક્રવારથી મુંબઈ અને ઉપનગરો ઉપરાંત થાણે, પાલઘર, રાયગઠ, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લામાં વાવાઝોડું અનુભવાઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Be the first to comment on "અહિયાં ભારે વરસાદથી સર્જાઈ વાવાઝોડાની સ્થિતિ- જુઓ વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*