વધુ એક અમેરિકામાં રહેતા ગુજરાતી યુવકની હત્યા- લુંટના ઈરાદે આવેલા અશ્વેતે આપ્યું દર્દનાક મોત

Published on: 4:16 pm, Fri, 17 June 22

હાલમાં ફરીવાર અમેરિકા(America)માં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. મૂળ આણંદ(Anand)ના વતનીની પોઇન્ટ બ્લેન્ક(Point blank)થી ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. લૂંટના ઈરાદે ત્રાટકેલા શખસો દ્વારા ગુજરાતી યુવકની હત્યા કરીવામાં આવી છે. જેને લઈ આણંદમાં રહેતા તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાને લઈ મૃતકનાં પરિવારજનો અમેરિકા જવા રવાના થયાં છે.

મળતી માહિતી મુજબ, આણંદ જિલ્લાના મૂળ સોજીત્રાના વતની પ્રેયસ પટેલ છેલ્લા કેટલાય સમયથી અમેરિકામાં સ્થાયી થયા હતા. ત્યારે અમેરિકાના ન્યૂપોર્ટ ન્યૂઝ કન્વિનિયન્સ સ્ટોરમાં તેઓ બુધવારે રાત્રે કામ કરી રહ્યા હતા. આ દરમિયાન, સ્ટોરમાં લૂંટના ઈરાદે ઘુસી આવેલા શખસોએ ગોળીઓ મારી હતી. જેમાં બે કામદાર મોતને ભેટ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ અંગે ઘટનાની જાણ થતાં ક્લીન ક્રિક પાર્કવેના 1400 બ્લોક પર કન્વિનિયન્સ સ્ટોર પર પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી તો દુકાનની અંદર ગોળી વાગતાં બે લોકોને ઈજા થઈ હતી. જોકે સારવાર પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. મૃતકોની ઓળખ આણંદના રહેવાસી પ્રયાસ પટેલ અને લોગન એડવર્ડ થોમસ તરીકે થઈ છે.

આ અંગે પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ક્લીન ક્રિક પાર્કવેના 1400 બ્લોકમાં રાત્રે 11:50 વાગ્યાની આસપાસ અધિકારીઓ દ્વારા એક શંકાસ્પદ પરિસ્થિતિનો જવાબ આપવામાં આવ્યો હતો. આ ફેયરવે પ્લાઝા શોપિંગ સેન્ટર પાસે છે, જ્યાં કોઈ અજાણ્યા લૂંટારા દ્વારા 7 ઇલેવન નામની દુકાનમાં બે વ્યક્તિની ગોળી મારી હત્યા થઇ હોવાની જાણકારી આપવામાં આવી હતી.

1 40 - Trishul News Gujarati america, ANAND, gujarat, trishul news, અમેરિકા, આણંદ, ગુજરાત

વધુમાં જણાવતાં સ્થાનિક પોલીસવડાએ કહ્યું હતું કે, પોલીસ જ્યારે પહોંચી ત્યારે લૂંટારાએ બે લોકોને બંદૂકની ગોળીથી ઘાયલ કર્યા હતા. જેમાં ઇજાગ્રસ્તોનું ઘટનાસ્થળ પર મૃત્યુ થયું હોવાનું ડોક્ટર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. બાદમાં તેમની ઓળખ યોર્કટાઉનના 52 વર્ષીય પ્રેયસ પટેલ અને ન્યૂપોર્ટ ન્યૂઝના 35 વર્ષીય લોગન એડવર્ડ થોમસ તરીકે થઇ હતી. આ ઘટનામાં એક ભારતીય અને અન્ય અમેરિકન નાગરિક બંનેનાં મોત નીપજ્યા હતાં. હત્યારાને ઝડપી પાડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે તેમજ સંદિગ્ધ વ્યક્તિઓની ધરપકડનો સિલસિલો શરૂ કરી દેવામાં આવ્યો છે.

સમગ્ર ઘટના અંગે પોલીસનું માનવું છે કે એક વ્યક્તિએ સ્ટોરમાં હાજર બંને પીડિતોને ગોળી મારી હતી. ઉપરાંત, તપાસકર્તાઓનું કહેવું છે કે, ત્યાં સર્વેલન્સ વીડિયો છે, જેને તેઓ હાલમાં ગોળીબારના સંદર્ભમાં મુખ્ય પુરાવા રીતે જોઈ રહ્યા છે અને એનો ઝીણવપૂર્વક અભ્યાસ કરી આખો ઘટનાક્રમ પર તપાસ કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સોજીત્રાના નવાઘરામાં રહેતા અને વિદ્યાનગર રહેતા દેવાભાઈના પુત્ર પ્રેયસનું હુલામણું નામ ચીકો હતું. તેઓ અમેરિકાના ન્યૂ પોર્ટ વર્જિનિયા ખાતે રહેતા હતા. જ્યારે અમેરિકામાં તેમને પીટરના નામે ઓળખતા હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.