સુરતમાં ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: માત્ર 100 રૂપિયાની લેતી-દેતીમાં યુવકને લાકડાના ફટકા મારી ઉતારી દીધો મોતને ઘાટ

હાલ શહેરમાં કોરોનાના કહેર વચ્ચે ભાઠેના વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં માત્ર 100 રૂપિયાની લેવડ-દેવડને લઈને એક યુવકને લાકડાના ફટકા મારી…

હાલ શહેરમાં કોરોનાના કહેર વચ્ચે ભાઠેના વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં માત્ર 100 રૂપિયાની લેવડ-દેવડને લઈને એક યુવકને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા જ ઉધના પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો અને સમગ્ર મામલે ગુનો દાખલ કરી હત્યા કરનારની પોલીસ દ્વારા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સુરત શહેરમાં ખૂની ખેલ ખેલવાના બનાવો હવે સામાન્ય બનતા હોઈ તેવું લાગી રહ્યું છે. સુરત શહેરના પંકાયેલા ભાઠેના વિસ્તારમાં હત્યાનો આવો જ એક બનાવ સામે આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ઉધનાના ભાઠેના ખાતે આવેલા ગણેશશેરીમાં પ્લોટ નંબર 95માં ત્રીજા માળે કાપડનું કારખાનું આવેલું છે.

જ્યાં કામ કરતા એક કારીગર છેદીલાલ કનૈયાલાલ અને ચંદુ ધોડિયા વચ્ચે રૂપિયા 100ની લેવડ-દેવડમાં માથાકૂટ થઈ હતી. જેથી ખાતાના માલિક આવતા બંને વચ્ચે સુલેહ કરીને બંનેને ઉપર મોકલી આપ્યા હતા. જોકે, ત્યારબાદ ફરી બંને વચ્ચે ઝઘડો થયો હતો. છેદીલાલે ચંદુ ધોડિયાને 100 રૂપિયા ઉધાર આપ્યા હતા. ચંદુ તે રૂપિયા પરત આપતો ન હતો.

આ બાબતને લઈને બન્ને વચ્ચે ઝગડો થયો હતો. જેમાં છેદીલાલે ચંદુ ધોડિયાને લાકડાના ફટકા મારીને નાની મોટી અનેક ઈજાઓ પહોંચાડીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો અને ત્યાંથી ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતા ઉધના પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ગુનો નોંધીને વધુ તપાસ શરુ કરવામાં આવી હતી. ગણતરીના કલાકોમાં જ હત્યા કરનાર છેદીલાલને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *