ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

કોરોના વચ્ચે ઘરમાં કામ કરનારાઓમાં સ્નાયુ અને હાડકાંનો દુઃખાવો વધી રહ્યો છે- જાણો વિગતે

હાલમાં સમગ્ર દેશમાં કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. જેના કારણે હજારો લોકો લોકડાઉન માં ઘરે રહીને પોતાનું કામ ઘરેથી જ કરી રહ્યા છે. જોકે હવે સરકાર દ્વારા અનલોક કરી દેવામાં આવ્યું છે તેમ છતાં લાખો લોકો હજુ પણ ઘરેથી જ કામ કરી રહ્યા છે. લોકો દરરોજ કલાકો સુધી કામ કરે છે આ ઉપરાંત, કીચન ટેબલ હોય કે બેડરૂમ હોય કોઈપણ સ્થળે ઓનલાઇન મિટિંગમાં પણ હાજરી આપતા હોય છે. આ મિટિંગમાં દરેક લોકોના ચહેરા હસતા દેખાય છે પરંતુ મોટાભાગના લોકો સ્નાયુના દુખાવા થી પીડિત હોય છે. સ્નાયુના દુખાવા ની ફરિયાદ સતત વધી રહી છે.

એક રિસર્ચ અનુસાર, ઘરેથી કામ કરનારા ઓફિસમાં બેસવા માટે ઉપયોગમાં લેવાથી ખાસ ખુરશીનો ઉપયોગ કરતા નથી. જોકે દરેક લોકોના ઘરે ઓફિસ માં વપરાતી ખુરશી હોતી પણ નથી. જેના કારણે લોકો ઘરે સોફા ઉપર અથવા બેડ પર બેસીને કામ કરતા હોય છે. આ પ્રકારથી કામ કરવાથી શરીર ઉપર ત્રણ વધતી હોય છે એવું ઇન્સ્ટિટયૂટ ઓફ એમ્પ્લોયમેન્ટ ના સ્ટડીમાં જાણવા મળ્યું હતું.

ઘરે કામ કરવાની સ્થિતિમાં સ્નાયુઓ અને હાડકા ના દુખાવા ની ફરિયાદ સતત વધતી જાય છે. ઇન્સ્ટિટયૂટ ઓફ એમ્પ્લોયમેન્ટ ના સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, આ લોકોએ સો લોકો ઉપર અભ્યાસ કર્યો હતો જેમાંથી મોટાભાગના લોકો ને ઘરેથી કામ કરવાની સ્થિતિના કારણે નવા દુખાવાનો અનુભવ થયો હતો. 58 ટકા લોકોને ગરદન નો દુખાવો, 56 ટકા લોકોને ખંભા નો દુખાવો અને 55 ટકા લોકોને દેશ અથવા કમરનો દુખાવો રહે છે.

ઘરમાં ઓફિસ જેવી સુવિધા મળી શકતું નથી જેના કારણે ઘરેથી કામ કરનારાઓમાં સ્નાયુ અને હાડકાના દુખાવા ની ફરિયાદ વધી રહી છે. ઓર્થોપેડિક હોસ્પિટલના ડોક્ટરો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, શરીરની અસુવિધાજનક સ્થિતિમાંથી શરીરને બહાર કાઢવા માટે શરીરમાં રહેલા પ્રેશર સેન્સર મગજને સંકેતો મોકલતાં હોય છે. પરંતુ આપણે આપણા કામના કારણે આવા સંકેતો ની ઉપર ધ્યાન આપતા હોતા નથી. જેના કારણે આ દુખાવો વધતો જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP