શું ખરેખર નડીયાદમાં મુસ્લિમોએ પોલીસકર્મી ને માર્યા? જાણો હકીકત

ફેસબુક અને વોટ્સેપ પર છેલ્લા કેટલાક દિવસોમાં બે વિડિયો વાયરલ  કરવામાં આવ્યા છે, જેમાં લોકડાઉનને લઇ પોલીસ સાથે બે યુવક મારામારી કરી રહ્યા છે. તેમજ…

ફેસબુક અને વોટ્સેપ પર છેલ્લા કેટલાક દિવસોમાં બે વિડિયો વાયરલ  કરવામાં આવ્યા છે, જેમાં લોકડાઉનને લઇ પોલીસ સાથે બે યુવક મારામારી કરી રહ્યા છે. તેમજ બીજા વાયરલ વિડિઓમાં લોકોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરી તેમને દોડાવતા હોવાનો વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે. આ બન્ને વિડિઓ સાથે લખાણ કરવામાં આવ્યુ છે કે, ‘નડિયાદ માં મુસ્લિમ પોલીસ ની સામે થઇ ને મારે છે. જેટલો થાય તેટલો વિડિયો વધારે લોકો ને મોકલો. એને કોરોના પેશન્ટ ની બાજુ મા મુકી દો.’  આ દાવા મુજબ આ ઘટના ગુજરાતના નડિયાદમાં બનેલ છે.

આ વાયરલ પોસ્ટનું સત્ય જાણવા માટે સૌપ્રથમ વિડિઓના સ્ક્રીન શોટને ગુગલ રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા જે બન્ને યુવક પોલીસને માર મારી રહી છે તેના વિષે રિપોર્ટ આપતો આર્ટિકલ મળી આવે છે. Times Now માં આ મુદ્દે આર્ટિકલ પબ્લિશ કરવામાં આવ્યો છે, જે મુજબ આ ઘટના તેલંગણાની હોવાનું સામે આવ્યું છે. ઘટનાની વિગત અનુસાર લોકડાઉન દરમિયાન બહાર નીકળતા પોલીસ દ્વારા અટકાયત કરાતા યુવક અને પોલીસ વચ્ચે બોલાચાલી થઇ અને ત્યારબાદ મારામારી થઈ છે. પોલીસે આ બન્ને યુવક સામે ધારા 188 અને 323 મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા વાયરલ વિડિઓમાં લોકોના ટોળા દ્વારા પોલીસ પર પથ્થરમારો કરી તેમને ભગાડવામાં આવ્યા હોવાના દર્શ્યો જોવા મળે છે. આ વિડિઓને ધ્યાનપૂર્વક જોતા જોવા મળે છે કે આ ઘટના CAA અને NRC વિરોધ સમયે અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં બનેલ છે. જેને હાલ કોરોના લોકડાઉનના કારણે થઇ હોવાના સાથે જ નડિયાદમાં બનેલ હોવાના દાવા સાથે વાયરલ કરવામાં આવી છે.

વાયરલ વિડિઓને લઇ મળતા તમામ પરિણામ પરથી સાબિત થાય છે કે આ ઘટના ખોટા અને ભ્રામક દાવા સાથે નડિયાદની હોવાનું બતાવવામાં આવી છે. જયારે ખરેખર એક વિડિઓ તેલંગણા અને બીજો વિડિઓ અમદવાદના શાહઆલમ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે, જેને હાલ કોરોના લોકડાઉનના નામે વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ વિડીયો CAA વિરુદ્ધ થયેલા પ્રદર્શન અને તોફાનનો છે.

આમ, આ વિડીયો દ્રેષ ફેલાવવાની ભાવનાથી અમુક અસામાજિક તત્વોએ ખોટી રીતે વાઈરલ કરેલ. જે ગેરમાર્ગે દોરતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *