વર્ષો સુધી મુસ્લિમ યુવાને કરી તપસ્યા અને અચાનક જ…

અવારનવાર ધર્મ પરિવર્તનની ઘટનાઓ સામે આવતી હોય છે. આજે અહિયાં પણ એવી જ એક ઘટના સામે આવી છે જે અંતર્ગત એક મુસ્લિમ યુવકે વર્ષો સુધી…

અવારનવાર ધર્મ પરિવર્તનની ઘટનાઓ સામે આવતી હોય છે. આજે અહિયાં પણ એવી જ એક ઘટના સામે આવી છે જે અંતર્ગત એક મુસ્લિમ યુવકે વર્ષો સુધી તપસ્યા કરી અને પછી હિંદુ ધર્મ સ્વીકારી લીધો હતો. આ વાત છે ભારતના હરિયાણાની. હરિયાણાનાં પાનીપતમાં એક મુસ્લિમ યુવકે પરિવાર સહીત હિંદુ ધર્મ અપનાવી લીધો છે. મુસ્લિમ યુવક સહિત તેના પરિવારનાં 35 બીજા સભ્યોએ પણ હિંદુ ધર્મ અપનાવી લીધો છે. હિંદુ યુવા વાહિનીનાં સભ્યોનાં સહયોગથી મંદિર પરિસરમાં મુસ્લિમ પરિવારે સનાતન ધર્મ અપનાવ્યો. પરિવારનું કહેવું છે કે તેમણે સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કર્યું છે.

પાનીપતનાં આસન ગામમાં વસવાટ કરનારા મુસ્લિમ પરિવારનાં લોકોએ હિંદુ ધર્મમાં આવ્યા બાદ ખુશી વ્યક્ત કરી છે. પરિવારનાં મુખ્ય વ્યક્તિએ હરિદ્વાર, ગુગા મેડીમાં 9 વર્ષ સુધી તપસ્યા કરી હતી. તપસ્યા બાદ હવે વિધિવત રીતે હિંદુ ધર્મ અપનાવ્યો છે. ધર્મ પરિવર્તન કરનારા મુસ્લિમ યુવકનું નામ નસીબ છે. પરિવારનું કહેવું છે કે ધર્મ પરિવર્તન માટે તેમના પર કોઈએ પણ દબાવ બનાવ્યો નથી. તણે સ્વેચ્છાએ હિંદુ ધર્મ અપનાવ્યો હતો. અને તેમાં તેને ખુબ ખુશી મળે છે.

આસન ગામમાં શિવ મંદિરમાં આયોજિત યજ્ઞ દરમિયાન પરિવારનાં તમામ સભ્યોએ વિધિવત રીતે હિંદુ ધર્મ અપનાવ્યો, ત્યારબાદ આમનું નામકરણ પણ કરવામાં આવ્યું. પરિવારે કહ્યું કે ઔરંગઝેબનાં સમયમાં તેમના પૂર્વજોએ દબાવમાં ધર્મ બદલ્યો હતો. સાથે-સાથે પરિવારના સભ્યોએ જણાવતા કહ્યું કે, નસીબે 9 વર્ષની તપસ્યા બાદ પોતાના પરિવાર સહિત સનાતન ધર્મ અપનાવ્યો છે. તો યુવા હિંદુ વાહિનીનાં જિલ્લાધ્યક્ષ સુનીલ આર્યએ જણાવતા કહ્યું હતું કે પરિવારે તેમનો સંપર્ક કર્યો હતો, ત્યારબાદ વિધિવત તેમણે હિંદુ ધર્મ અપનાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *