ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

“અયોધ્યા રામ મંદિર તોડી ત્યાં જ મસ્જિદ બનાવીશું”- આ નેતાએ આપી ધમકી

હાલમાં જ કોરોનાની મહામારી ચાલી રહી છે. હજુ ગઈકાલે જ એટલે કે 5 ઓગસ્ટનાં રોજ PM નરેન્દ્ર મોદી દ્વારા શ્રીરામ જન્મભૂમિ અયોધ્યામાં શ્રીરામ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ઘણાં વર્ષોનાં વિવાદ બાદ આપણને અયોધ્યામાં શ્રીરામ મંદિર માટેની જમીન મળી છે. ત્યારે હાલમાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.

અયોધ્યામાં PM નરેન્દ્ર મોદીએ કરેલ ભૂમિપૂજનનાં એક દિવસ પછી ‘અખિલ ભારતીય ઇમામ એસોસિએશન’ નાં પ્રમુખે ભૂમિપૂજન અને શિલાન્યાસ કરવાં અંગે એક ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. એસોસિએશનનાં પ્રમુખ મોહમ્મદ સાજિદ રાશિદીએ જણાવતાં કહ્યું છે, કે રામ મંદિર તોડ્યા પછી એક મસ્જિદ જ બનાવવામાં આવશે. રાશિદીએ એવું પણ કહ્યું, કે વિવાદિત સ્થળ પર ક્યારેય મંદિર હતું જ નહીં. બાબરી મસ્જિદ જ ત્યાં હતી અને તે જ રહેશે.

પોતાનાં નિવેદનમાં રાશિદીએ જણાવતા કહ્યું, કે ઇસ્લામ કહે છે કે મસ્જિદ એ હંમેશા મસ્જિદ જ હોય છે. બીજું કંઈપણ બનાવવા માટે એને તોડી પણ શકાતું નથી. અમારી માન્યતા હતી તથા હંમેશાં હશે જ, કે મસ્જિદ એ હંમેશા મસ્જિદ જ હોય છે. મંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવી ન હતી, પરંતુ હવે એવું બને છે, કે મંદિરને તોડીને જ મસ્જિદને બનાવી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP