મુસ્લિમોને રહેવા માટે ૧૫૦ દેશ છે, જયારે હિન્દુ માટે એક જ દેશ : વિજય રૂપાણી

મંગળવારે અમદાવાદના સાબરમતી આશ્રમમાં એક રેલીને સંબોધતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, “મુસ્લિમો પાસે જવા માટે ૧૫૦ છે, જ્યારે હિન્દુઓ માટે એક જ દેશ છે…

મંગળવારે અમદાવાદના સાબરમતી આશ્રમમાં એક રેલીને સંબોધતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, “મુસ્લિમો પાસે જવા માટે ૧૫૦ છે, જ્યારે હિન્દુઓ માટે એક જ દેશ છે – ભારત.”

ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે આખા ગુજરાતમાં નાગરિકતા સંશોધન કાયદાને સમર્થન આપવા માટે 62 રેલીઓ કાઢી હતી. મુખ્યમંત્રી દ્વારા અમદાવાદની રેલી તેમજ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા મહેસાણા ની રેલી સંબોધિત કરવામાં આવે.

રેલીને સંબોધતા મુખ્યમંત્રી રૂપાણી એ કહ્યું કે, “ભારતમાં મુસ્લિમો ખુશ છે અને તેમની સંખ્યા ૯ ટકાથી વધીને ૧૪ ટકા થઇ ગઇ છે… બિનસાંપ્રદાયિક બંધારણને કારણે તેઓ ભારતમાં સન્માન થી જીવે છે.”

તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં હિન્દુની સંખ્યા 22 ટકાથી ઘટીને ત્રણ ટકા થઇ ગઇ છે કારણ કે તેમને ત્યાં ત્રાસ આપવામાં આવે છે, બળાત્કાર થાય છે અને તેમની સંપત્તિને નુકશાન પહોંચે છે. તેઓ કેટલાય સમયથી ભારત પાછા આવી ગયા છે, પરંતુ તેમને નાગરિકતા ન મળવાને કારણે લાભ પણ મળતા નથી… બાંગ્લાદેશમાં હિન્દુ કુલ વસ્તીના બે ટકા છે, અફઘાનિસ્તાનમાં શીખ અને હિન્દુઓની સંખ્યા ૫૦૦ રહી ગઈ છે, અગાઉ આ સંખ્યા બે લાખ હતી…

“મુસ્લિમો પાસે રહેવા માટે ૧૫૦ દિવસ છે પરંતુ હિન્દુઓ પાસે એક જ દેશ છે, ભારત.”

વિપક્ષ પર દોષારોપણ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે,” કોંગ્રેસ અને તેમના સાથીદારો દેશમાં અફવાઓ ફેલાવીને અશાંતિપૂર્ણ વાતાવરણ ઉભું કરી રહ્યા છે, દંગા કરી રહ્યા છે અને જાહેર સંપત્તિને નુકશાન પહોંચાડી રહ્યા છે. મારે કોંગ્રેસના પૂછવું છે : મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે દેશના ભાગલા પડી રહ્યા છે તેનાથી CAA કઈ રીતે વિરુદ્ધ છે… આ ત્રણ દેશના હિન્દુઓ કે જેમને ફરીથી ભારતમાં આવું છે તેઓ આવી શકે છે.”

રૂપાણીએ વધુમાં કહ્યું કે, ” લોકસભાની ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યું હતું કે જો તેઓ પાવરમાં આવશે તો આર્ટિકલ 370 દૂર થશે, રામ જન્મભૂમિ ના રસ્તા ખુલશે, ત્રિપલ તલાક નાબૂદ થશે, CAA દ્વારા શરણાર્થીઓને નાગરિકતા મળશે, NRC દ્વારા ઘુસણખોરોને પાછા મોકલીશું. લોકોએ બીજેપીને લોકતાંત્રિક રીતે સત્તા સોંપી છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *