“મહિલા એટલે સમજ બહારનું વ્યક્તિત્વ”- આ ઘટના અંગે જાણી તમને સવાલ થશે કે, પત્નીને પ્રેમ કરવો કે નહિ?

Published on Trishul News at 3:06 PM, Sun, 23 August 2020

Last modified on August 23rd, 2020 at 3:06 PM

ઘણીવાર તમે પણ સાંભળ્યું જ હશે, કે પતી-પત્નીની વચ્ચે થયેલ ઝઘડાને કારણે છુટા-છેડા લઈને એકબીજાથી અલગ થઈ જતાં હોય છે, પરંતુ આજ જે ઘટના સામે આવી રહી છે. એને સાંભળીને તમે પણ ચોકી જશો. આં ઘટનાનું કારણ જ આપને ચોકાવી દેશે.

ઉત્તરપ્રદેશમાં આવેલ સંભલ જિલ્લામાં આવી જ એક વિચિત્ર ઘટના સામે આવી રહી છે. અહીં એક પત્નીએ તેનાં પતિથી છુટા-છેડા માંગ્યા છે. પત્નીનું જણાવવું છે, કે તેનો પતિ એને ખૂબ જ પ્રેમ કરે છે. એ એની સાથે કયારેય પણ ઝઘડો કરતો જ નથી. મહિલાએ લગ્ન કર્યાંનાં અંદાજે કુલ 18 મહિના પછી છુટા-છેડાની અરજી શરિયા કોર્ટમાં કરવામાં આવી છે.

શરિયા કોર્ટનાં મૌલવીએ જણાવતાં કહ્યું હતું, કે જ્યારે મહિલાને છુટા-છેડા લેવાંનું કારણ પૂછવામાં આવ્યું તો તેઓ પણ ચોકી ગયા હતાં. ત્યારપછી તો મૌલવીએ એની દલીલને છુટા-છેડાનું કારણ ન ગણાવતા અરજીને નકારી પણ દીધી હતી.

શરિયા કોર્ટમાંથી અરજી નકાર્યા પછી મહિલાએ સ્થાનિક પંચાયતમાં મદદ પણ માંગી હતી. પંચાયતે પણ આ કેસમાં કોઇપણ નિર્ણય આપવાની તદન ના પાડી દીધી હતી તેમજ એને પોતાનાં અધિકાર ક્ષેત્રથી બહારનું પણ ગણાવ્યું હતું.

મૌલવીએ જણાવતાં કહ્યું હતું, કે જ્યારે મહિલાની અરજી કર્યાં પછી એને બોલાવવામાં આવી હતી તો એણે દલીલમાં જણાવતાં કહ્યું હતું, કે એ પોતાનાં પતિનાં પ્રેમને પચાવી શકતી નથી. ન તો તેઓ કયારેય પણ મારી ઉપર ગુસ્સે થયા છે કે ન તો કયારેય પણ કોઇ મુદ્દા પર મને નિરાશ કરી છે.

આવા વાતાવરણમાં મારો શ્વાસ રૂંધાવા લગે છે. ઘણીવાર તેઓ પોતે જ મારા માટે ખાવાનું પણ બનાવી નાખે છે તેમજ ઘરનું કામ કરવામાં પણ મારી ઘણી મદદ કરે છે. હું એમને કઈ પણ કહું કે તેઓ તરત જ માની પણ જાય છે.

મહિલાએ જણાવતાં કહ્યું હતું, કે લગ્ન થયાં એને માત્ર 18 મહિના જ થયા છે. એને તેનાં પતિની સાથે કયારેય પણ ઝઘડો થયો જ નથી. તેણે જણાવતાં કહ્યું હતું, કે જ્યારે પણ હું કોઇ ભૂલ કરું છું તો તેઓ હંમેશા મને માફ પણ કરી દે છે.

હું એમની સાથે ઘણું ઝઘડવા માંગું છું પણ તેઓ હસતાં-હસતાં મારી વાત પણ સાંભળે છે. કયારેય સામો જવાબ પણ આપતાં નથી. હું આવી જિંદગી જીવવાં માંગતી નથી, જ્યાં પતિ તમામ વાત માટે સહમત હોય તેમજ ઝઘડો પણ ના કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Be the first to comment on "“મહિલા એટલે સમજ બહારનું વ્યક્તિત્વ”- આ ઘટના અંગે જાણી તમને સવાલ થશે કે, પત્નીને પ્રેમ કરવો કે નહિ?"

Leave a comment

Your email address will not be published.


*