સમુદ્રમાંથી મળી આવ્યો અજીબ પ્રકારનો જીવ, લોકોએ પૂછ્યું કઈક આવું કે- જુઓ વિડીઓ

Published on Trishul News at 10:14 AM, Sun, 3 January 2021

Last modified on January 3rd, 2021 at 10:18 AM

સમુદ્રના ઊંડા પાણીમાં ઘણા પ્રકારના જીવજંતુઓ રહેતા હોય છે. એવા ઘણા સમાચાર સાંભળ્યા હશે જેમાં સમુદ્રમાંથી કોઈ અજીબ જીવ મળી આવ્યો હોય. આ પ્રકારની ઘટનાઓ હંમેશા લોકોનું ધ્યાન દોરે છે.

અલાસ્કાના દરિયામાંથી આવો જ એક અજીબ જીવ મળી આવ્યો છે. આ જીવ તમને પહેલા જોતા એવું લાગશે કે જાણે પીપળાના ઝાડમાંથી વડવાઈઓ ફૂટી નીકળી હોય. જ્યારે તે હલનચલન કરે છે ત્યારે લોકો વિચારમાં પડી ગયા અને પૂછ્યું કે, એલિયન ધરતી પર આવી ગયા કે શું?

જાણવા મળ્યું છે કે, સારાહ વેસેર એલ્ફોર્ડ નામની મહિલાએ આ અજીબ જીવને જોવાનો દાવો કર્યો છે. સારાહે આ જીવનો વીડિયો ઉતાર્યો હતો અને તેના ફેસબુક પર અપલોડ કર્યો હતો. આ વીડિયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો અત્યારસુધીમાં આશરે લાખો વખત જોવામાં આવ્યો હશે. આ વીડિયો પર યૂઝર્સ દ્વારા અલગ અલગ પ્રકારની કૉમેન્ટ્સ પણ કરવામાં આવી રહી છે.

સારાહ દ્વારા આ વિડીયો અલાસ્કાના પ્રિન્સ ઑફ વેલ્સ ટાપુના કીનારે ઉતારવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે, આ અજીબ દેખાતા જીવનું નામ બાસ્કેટ સ્ટાર છે. સારાહે આ જીવનો વીડિયો ઉતર્યા બાદ કોઈ નુકસાન પહોંચાડ્યા વગર તેને દરિયામાં પરત મૂકી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "સમુદ્રમાંથી મળી આવ્યો અજીબ પ્રકારનો જીવ, લોકોએ પૂછ્યું કઈક આવું કે- જુઓ વિડીઓ"

Leave a comment

Your email address will not be published.


*