પ્રેમ પ્રલયમાં મગ્ન થયેલા નાગ-નાગીન વચ્ચે આવ્યો ત્રીજો સાપ, પછી જે થયું… હિંમતવાળા જ વિડીયો જોજો

Published on: 3:55 pm, Thu, 24 November 22

સોશિયલ મીડિયાની દુનિયા આશ્ચર્યજનક ચીજવસ્તુઓથી ભરેલી છે. આ એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં ક્યારે આંખો સામે શું આવે છે તે કહેવું ખુબ મુશ્કેલ છે. જો કે, કેટલીકવાર અહીં એવી વસ્તુઓ જોવા મળે છે કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આવો જ એક વીડિયો હાલમાં જ સામે આવ્યો છે. આ વીડિયો નાગ-નાગિન સાથે સંબંધિત છે. એવું લાગે છે કે બંને એકબીજાને પ્રેમ કરી રહ્યા છે, એટલામાં ત્રીજો સાપ પણ ત્યાં આવ્યો. અને પછી શું થાય છે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.

સામે આવેલ થોડી સેકન્ડના આ વીડિયોમાં નાગ-નાગિન એકબીજાને પ્રેમ કરતા જોવા મળે છે. બંને એકબીજા સાથે જોડાયેલા છે. આમાં ક્યારેક મેલ સાપ પોતાના શરીરને હવામાં ઉંચકી લે છે, તો ક્યારેક ફીમેલ સાપ પણ પોતાના શરીરને હવામાં ઉંચકી લે છે. આ દ્રશ્ય ખૂબ જ આકર્ષક લાગે છે. તેવામાં ત્રીજા સાપની એન્ટ્રી થાય છે. અને પછી જે થાય છે તે જોવા જેવું છે. વાસ્તવમાં બંનેને પ્રેમમાં જોઈને આ ત્રીજો સાપ પણ બંનેને ગળે લગાવવાની કોશિશ કરે છે.

અવારનવાર લોકો સપના વિડીયોને ખુબ પંસદ કરે છે. અને તેવામાં પણ સાપની મીટીંગનો વિડીયો ભાગ્યે જ જોવા મળે છે. કારણ કે, આવી ઘટના ભાગ્યે જ દેખાય છે. ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તે જાણી શકાયું નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયમાં તેને હજારો વ્યૂઝ અને લાઈક્સ મળી છે. ઈન્સ્ટાગ્રામ પર beautiful_new_pix નામના પેજ પર વીડિયો પણ અપલોડ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.