સુરત પોલીસને ચેલેન્જ કરતો નબીરો, જુઓ બ્રિજ પર કેવા સ્ટંટ કર્યા અને પોલીસ બેરીકેડને લઈને ગયો…

સુરત(ગુજરાત): આજકાલ સોશિયલ મીડિયા(Social media) પર ઘણા  વિડીયો વાઈરલ થતા હોય છે. ત્યારે સુરત(Surat)માં પણ અવારનવાર અસામાજિક તત્વો કંઈક ને કઈક પ્રવૃત્તિ કરતા જોવા મળે…

સુરત(ગુજરાત): આજકાલ સોશિયલ મીડિયા(Social media) પર ઘણા  વિડીયો વાઈરલ થતા હોય છે. ત્યારે સુરત(Surat)માં પણ અવારનવાર અસામાજિક તત્વો કંઈક ને કઈક પ્રવૃત્તિ કરતા જોવા મળે છે. જ્યારે અમુક અસામાજીક તત્વોને જાણે પોલીસ(Police)નો ડર જ ન રહ્યો હોય તેવી રીતે વર્તન કરતાં હોય છે. ત્યારે હાલ આવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક નબીરો પુલ પર રહેલા લાઈટના થાંભલા સાથે કસરત કરતો જોવા મળી રહ્યો છે. વિડીયો જોતા જ તમે કહેશો કે, જો જરા પણ ચૂક થઈ હોત તો આ યુવક બ્રિજ પરથી નીચે પડ્યો હોત. ત્યારે આ પ્રકારના વાયરલ થયેલા વિડિયો પરથી સુરત પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકતો હોય તેવું લાગી રહ્યું છે.

હવે આગામી સમયમાં એ જોવાનું રહ્યું કે, પોલીસ તંત્ર આ નબીરા સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરશે કે નહિ? જો આ યુવક દ્વારા જરાપણ ચૂક થઈ હોત તો તેમનો જીવ જોખમમાં મુકાઈ જાત. પરંતુ, આ વિડીયો જોતા આવા અસામાજીક તત્વો અને લુખ્ખાગીરી કરતા તત્વોને જાણે પોલીસનો ડર જ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *