સૌરાષ્ટ્રમાં લોકસભાની બેઠકો બચાવવા PM મોદી આ બેઠક પરથી લડશે ચૂંટણી

775
TrishulNews.com

દેશના વડાપ્રધાન અને ભાજપના સૌથી મોટા નેતા નરેન્દ્ર મોદી આ વખતે લોકસભાની રાજકોટની બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. તેઓ ઉત્તર પ્રદેશના વારાણસીથી ચૂંટણી લડવાના છે તેવી સત્તાવાર જાહેરાત કરી દેવાય છે પરંતુ બીજી કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તે અંગેની કોઈ સ્પષ્ટતા કરાઇ નથી.

જોકે સેન્સ લેવા પહોંચેલા ભાજપના નિરીક્ષક બાબુભાઇ જેબલિયાએ આ વાત પર પૂર્ણવિરામ મૂકી દીધો છે. તેમણે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટથી ચૂંટણી લડશે તે વાત પાયા વિહોણી છે. બાબુભાઇ જેબલિયાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ સીટ પરથી ચૂંટણી લડશે એ વાતમાં કોઇ દમ નથી. અહીંયા અનેક કાર્યકર્તાઓ ચૂંટણી લડવા માટે તૈયાર છે. એની પસંદગી થશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં એવી ચર્ચા હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.

2014ની ચૂંટણીમાં તેઓએ વડોદરા બેઠક પરથી ચૂંટણી લડી હતી પરંતુ આ વખતે વડોદરા બેઠક પરથી તેઓ ચૂંટણી લડવાના નથી. સરકારના આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણી બાદ પ્રથમ વખત જ ભાજપ બેકફૂટ પર છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી જૂનાગઢ અને જામનગરમાં ભાજપને ઘણી મુશ્કેલીઓ છે જેને કારણે જ દિલ્હી ભાજપ હાઈકમાન્ડના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં જ આ ત્રણેય જિલ્લાઓમાં કોંગ્રેસમાં તોડફોડ કરવામાં આવી હતી.

ગુજરાતની 26 બેઠકોમાંથી આ ત્રણ બેઠકો હાલમાં ભાજપ માટે જોખમી છે જ્યારે કોંગ્રેસને આ ત્રણેય બેઠકો જીતવા માટેની પૂરતી તક છે. ભાજપ હાઇકમાન્ડ આ બાબતને સારી રીતે જાણે છે માટે જ ભાજપે નક્કી કર્યું છે કે તે પોતાના સર્વશ્રેષ્ઠ અને ખૂબ જ લોકપ્રિય નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌરાષ્ટ્રના રાજકોટની બેઠક પરથી ચૂંટણી લડાવશે.

જેની પાછળનો તર્ક એવો છે કે જો મોદી રાજકોટની ચૂંટણી લડે તો તેમની લોકપ્રિયતાનો લાભ અન્ય ત્રણ બેઠકો અમરેલી જૂનાગઢ અને જામનગરને પણ મળી શકે તેમ છે. ભાજપને આ વખતે દેશભરમાં ખૂબ જ મુશ્કેલી છે એકલા હાથે કેન્દ્રમાં સરકાર રચવાનું અશક્ય હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે.

આવી સ્થિતિમાં ભાજપ ગુજરાતમાં પોતાનું નુકસાન ઘટાડવા માંગે છે જેના ભાગરૂપે જ નરેન્દ્ર મોદી સૌથી સક્ષમ લેતા હોવાથી તેમને જ રાજકોટની બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતારીને બાકીની ત્રણ બેઠકો પણ જીતી લેવાના નિર્ધાર સાથે ભાજપ આગળનું પ્લાનિંગ કરી રહ્યું છે.

જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની બેઠક પરથી જ ચૂંટણી લડશે એવી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઇ નથી પરંતુ આ અંગે તમામ બાબતોની ચર્ચા વિચારણા થયા બાદ તેની સત્તાવાર જાહેરાત કરાશે.

સચિવાલયના સૂત્રો જણાવે છે કે જે મોદી રાજકોટ થી ચૂંટણી લડશે તો ગુજરાતમાં ભાજપ માટે જે નકારાત્મક માહોલ ઉભો થયો છે તેમાં ઘણેઅંશે સુધારો થઈ જશે જેનો સીધો ફાયદો ભાજપને થશે અને સૌથી વધુ નુકસાન કોંગ્રેસને થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Loading...