રાજકોટમાં ઘૂંટણ સમા પાણી વચ્ચે પણ પોલીસ નિભાવી રહી છે પોતાની ડયુટી- જુઓ ધ્રુજાવી દે તો વિડીયો  

રાજકોટ(ગુજરાત): ગુજરાત રાજ્યમાં ભાદરવોમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ગુજરાતના ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના જામનગર (Jamnagar) રાજકોટ (Rajkot) જૂનાગઢ (Junagadh) પોરબંદર (Porbandar)માં પુરની સ્થિતિ…

રાજકોટ(ગુજરાત): ગુજરાત રાજ્યમાં ભાદરવોમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ગુજરાતના ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના જામનગર (Jamnagar) રાજકોટ (Rajkot) જૂનાગઢ (Junagadh) પોરબંદર (Porbandar)માં પુરની સ્થિતિ જોવા મળી છે. ભારે વરસાદને કારણે જામનગર અને રાજકોટમાં નીચાણવાળા વિસ્તારમાં એકમાળ પૂરે પૂરો પાણીમાં સમાય ગયો છે.

હાલ જામનગર અને રાજકોટમાં પુરની સ્થિતિ જોવા મળે છે. રાજકોટના લોધિકામાં સૌથી વધુ 17.5 ઈંચ વરસાદ નોંધાયો છે. આને કારણે સૌરાષ્ટ્રમાં રેડ અલર્ટ જાહેર કરવાની ફરજ પડી છે. આવા સંજોગોમાં ઘણા લોકોના રેસક્યૂ પણ શરુ કરવામાં આવ્યા છે. હાલ આ સમયમાં પોલીસ લોકો માટે ભગવાનથી કઈ ઓછી નથી. પોલીસ હાલ દેવદૂત બનીને સામે આવી રહી છે.

આ દરમિયાન રાજકોટ પોલીસનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં ઘૂંટણ સમા પાણીમાં પણ પોલીસ વાન લોકોને બચાવવા માટે જતી નજરે ચડે છે. મળતી માહિતી મુજબ આ વિડીયો રાજકોટ – નાનામવા ફિલ્ડ મર્સલ રોડ પરના પોલીસ જીપનો છે.

જાણવા મળ્યું છે કે, પાણી ભરાયા હોવાની ફરિયાદ મળતા જ પોલીસ સોસાયટીઓમાં ફસાયેલા લોકોને બચાવવા માટે દોડી ગઈ હતી. તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.વી. ધોળાની પોલીસ જીપનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. પોલીસ દ્રારા ભારે વરસાદમાં સોસાયટીઓમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે અને લોકો પોલીસની પ્રશંસા કરતા થાકી રહ્યા નથી.

રાજકોટ જિલ્લામાં અવિરત વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તેવામાં લોધિકાના બાલાજી પુલના પાણીમાં ફસાયેલા વૃદ્ધાને રેસ્ક્યૂ કરીને લોધિકા પીએસઆઇ જાડેજાએ પોલીસની ખરી ફરજનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પીએસઆઇએ કમર ડૂબ પાણીમાં વૃદ્ધાને ઉંચકીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પડધરી ગામમાં પણ સ્થાનિક પોલીસ ગામલોકોની વ્હારે આવ્યા હતા. પડધરી તાલુકા પીએસઆઇ આર.જે. ગોહિલે ઘૂંટણ સુધીના પાણી વચ્ચે વૃદ્ધાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *