મોદી સરકારે 19 જેટલી આ સરકારી કંપનીઓને મારી દીધા કાયમી તાળા, જાણો વિગતે

મોદી સરકારે HMT, હિન્દુસ્તાન કેબલ્સ અને ઇન્ડિયન ડ્રગ્સ જેવી સાર્વજનિક ક્ષેત્રની 19 કંપનીઓને બંધ કરવા માટે મંજૂરી આપી દીધી છે. આ કંપનીઓ હવે ઇતિહાસ બની…

મોદી સરકારે HMT, હિન્દુસ્તાન કેબલ્સ અને ઇન્ડિયન ડ્રગ્સ જેવી સાર્વજનિક ક્ષેત્રની 19 કંપનીઓને બંધ કરવા માટે મંજૂરી આપી દીધી છે. આ કંપનીઓ હવે ઇતિહાસ બની જશે. સરકાર તરફથી આ માહિતી કોંગ્રેસના સાંસદ એડવોકેટ અદુર પ્રકાશ તરફથી કરવામાં આવેલા સવાલના જવાબમાં આપવામાં આવી હતી. કોંગ્રેસ સાંસદ અદુર પ્રકાશે ભારે ઉદ્યોગ અને લોક ઉદ્યમ મંત્રાલય પાસે સરકારી ક્ષેત્રની કંપનીઓની માહિતી માગી હતી.

અદુર પ્રકાશે સરકારને સવાલ પણ કર્યો કે શું સરકાર ખોટમાં ચાલી રહેલા PSU ને બંધ કરવા માગે છે કે તેના ખાનગીકરણનો વિચાર કરી રહી છે. સરકારના મંત્રી અરવિંગ સાવંતે અલગ અલગ વિભાગોની ખોટમાં ચાલી રહેલી કંપનીઓની માહિતી આપી હતી. આ સાથે જ તેમને એ 19 કંપનીઓને બંધ કરવાની હોવાની યાદી પણ લોકસભામાં આપી હતી.

હિન્દુસ્તાન મશીન ટુલ્સ સરકાર કંપની છે જેની સ્થાપના 1953માં ભારત સરકાર દ્વારા યંત્ર ઉપકરણ નિર્માણ ઉદ્યોગના રૂપમાં થઇ હતી. આ કંપની ઘડીયાળ, ટ્રેક્ટર, યંત્રો, ધાતુના સાધનો, વગેરેનું નિર્માણ કરતી હતી.

મંત્રાલય તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ કંપનીઓમાં તૂંગભુદ્રા સ્ટીલ, HMT વોચેઝ લિમિટેડ, HMT ચિનાર વોચેઝ, HMT બેરિંગ્ઝ, હિન્દુસ્તાન કેબલ્સ, HMT લિમિટેડની ટ્રેક્ટર યુનિય અને ઇન્સ્ટ્રુમેન્ટેશન લિમીટેડની કોટા યુનિટ, કેન્દ્રીય આંતરરાજ્ય જલ પરિવહન નિગમ લિમિટેડ, ઇન્ડિયન ડ્ર્ગ્સ અને રાજસ્થાન ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટે, IOCL- ક્રેડા, બાયોફ્યુલ્સ લિમિટેડ, ક્રેડા HPCL બાયોફ્યુલ્સ લિમીડેટ, અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ વન અને વૃક્ષારોપણ વિકાસ નિગમ લિમિટેડ, ભારત વેગન એન્ડ ઇન્જિનિયરિંગ કંપની લિમિટેડસ બર્ન સ્ટાન્ડર્ડ કંપની લિમિટેડ, CN/N2 સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *