નરેશ પટેલ AAP માં નથી જોડાવાના છતાં દિલ્હીમાં- આજે ગુજરાત કોંગ્રેસના નેતાઓની રાહુલ ગાંધી સાથે મુલાકાત

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મળ્યા પછી આમ આદમી પાર્ટી હવે રાજ્યસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે. 31 માર્ચે પંજાબની 5 રાજ્યસભા બેઠક માટે ચૂંટણી…

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મળ્યા પછી આમ આદમી પાર્ટી હવે રાજ્યસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે. 31 માર્ચે પંજાબની 5 રાજ્યસભા બેઠક માટે ચૂંટણી થવાની છે. આ માટે AAPએ દિલ્હીથી ધારાસભ્ય અને પંજાબના પ્રભારી રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ઉમેદવાર બનાવવાનો નિર્ણય કર્યો છે.

પંજાબમાં આપ આદમી પાર્ટીના પાંચેય ઉમેદવાર જાહેર પાંચમા ઉમેદવાર તરીકે લુધિયાણાના બિઝનેસમેન સંજીવ અરોડાની પસંદગી સાથે જ નરેશ પટેલના નામ પર પૂર્ણવિરામ લાગી ગયું છે. આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના પાંચ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આપને 92 બેઠકો મળી છે.

બીજી તરફ ગુજરાત કોંગ્રેસના નેતાઓ આજે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે તેવી વાત સામે આવી છે. ગુજરાતમાં પાર્ટી માટે કામ કરવા ઇચ્છતા રણનીતિકારની પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ગુજરાતના પ્રભારી પણ ઇચ્છે છે કે રણનીતિકાર ગુજરાત કોંગ્રેસ માટે કામ કરે. સાથે સાથે વિશ્વસનીય સુત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર નરેશ પટેલ પણ ત્રણ દિવસ માટે દિલ્હી ગયા છે. અને રાહુલ ગાંધીને મળી શકે છે તેવા અહેવાલ પણ સામે આવ્યા છે.

જેમાં પંજાબ કોટામાંથી પ્રખ્યાત ક્રિકેટર હરભજન સિંહ, રાઘવ ચઢ્ઢા અને ડો સંદિપ પાઠકને રાજ્યસભા મોકલશે. આપે ચોથા ઉમેદવારના રૂપમાં લવલી યુનિવર્સિટીના ફાઉન્ડર અશોકકુમાર મિત્તલનું નામ ફાઈનલ કર્યું છે, સંજીવ અરોડા પંજાબના પાંચમા રાજ્યસભાના ઉમેદવાર હશે. અરોડા કૃષ્ણા પ્રાણ બ્રેસ્ટ કેંસર કેર ચેરીટેબલના ફાઉન્ડર છે.

બીજી તરફ ગુજરાતના નરેશ પટેલની આપ પંજાબમાંથી રાજ્યસભાની ચુંટણી લડવાની જે વાતો અને અફવા ઉડી રહી હતી. તે તમામ વાતો પર આ સા થેજ પૂર્ણવિરામ લાગી ચુક્યું છે. ગત દિવસોમાં નરેશ પટેલના નામ પર પણ અટકળઓ ચર્ચાઈ રહી હતી. પરંતુ નરેશ પટેલ આપના સાંસદ બની શક્યા નથી.

સોમવારે પાર્ટીની તરફથી આ વાત પરથી પડદો ઉચકાઈ ગયો છે, પાર્ટીએ હરભજન સિંહને રાજ્યસભા મોકલવાની સાથે સાથે સ્પોર્ટસ યુનિવર્સિટીની જવાબદારી પણ આપી શકે છે. હરભજન સિંહનું નામ ચર્ચામાં તો હતુંજ પરંતુ બાકી અન્ય નામો ને લઈને અટકળો ચાલી રહી હતી.આ સિવાય લવલી યુનિવર્સિટીના ચાન્સેલર અશોક કુમાર મિત્તલ અને લુધિયાણાના વેપારી સંજીવ અરોરાને પણ AAP એ ઉમેદવાર બનાવ્યા છે.

હાલ પંજાબમાં પંજાબની રાજ્યસભામાં પોતાનો કાર્યકાળ પૂરો કરનારા સભ્યોમાં કોંગ્રેસના પ્રતાપ સિંહ બાજવા અને શમશેર સિંહ દુલો, અકાલી દળના સુખ દેવ સિંહ ધીંડસા અને નરેશ ગુજરાલનો સમાવેશ થાય છે.પંજાબમાં રાજ્યસભાની બે બેઠકો માટે જુલાઈમાં ચૂંટણી યોજાવાની છે. આમ આદમી પાર્ટી આ બંને બેઠકો જીતી શકે છે. આ રીતે, આમ આદમી પાર્ટી જુલાઈના અંત સુધીમાં પંજાબમાંથી રાજ્યસભાની 7 બેઠકો જીતી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *