ગામડે જવાનું ગાંડપણ: પ્રધાનમંત્રી મોદીની સુચના નહી માનીને સૌરાષ્ટ્ર ભાગનારાઓએ કોરોના ફેલાવ્યો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ 21 દિવસના લોકડાઉન ને દેશભરમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે શરૂઆત ના દિવસોમાં ગામડે જઈશું તો કોરોના નહી થાય…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ 21 દિવસના લોકડાઉન ને દેશભરમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે શરૂઆત ના દિવસોમાં ગામડે જઈશું તો કોરોના નહી થાય ના વહેમ સાથે હજારો સૌરાષ્ટ્ર વાસીઓએ અમદાવાદ અને સુરતથી પલાયન કર્યું હતું. જે વાહનો મળે તેમાં ઘેટા બકરા માફક, પ્રાઈવેટ વાહનોમાં ગામડે પહોચી જવાની લ્હાયમાં બેદરકારી પૂર્વક નાસભાગ કરી હતી. પોલીસ પણ આવા લોકો પર કાર્યવાહી ન કરવા માનવતાની શરમે લાચાર હતી.

તંત્ર દ્વારા મોડે મોડે આ પલાયન રોકવા માટે સૌરાષ્ટ્ર અને સુરતને જોડતો નર્મદા બ્રીજ બંધ કરવામાં આવ્યો, તેમ છતાં અમુક એવી તસ્વીરો વાઈરલ થઈ રહી છે. જે તંત્રની પોલ ખોલે છે. અમુક તસ્વીરો વાઈરલ થઈ રહી છે જેમાં નર્મદા બ્રીજ બંધ થતા લોકો હોડી માં ગાડીઓ લઈને ભાગી રહ્યા છે તેવું લખાઈ રહ્યું છે.

આજે સવારે મળતી વિગતો અનુસાર ભાવનગર જીલ્લાના જેસર તાલુકાના મોટા ખુંટવડા ગામની 45 વર્ષીય યુવતીનું મોત થયું છે જેની સર ટી હોસ્પીટલમાં સારવાર ચાલી રહી હતી જેનું મોત થયેલું છે. આ મહિલા માનસિક સ્ટ્રોકથી પણ પીડાઈ રહી હોવાની વાત આરોગ્ય વિભાગના અગ્રસચીવે સુચના આપી હતી. વિશ્વસનીય સુત્રોનું માનીએ તો આ મૃતક મહિલાને સુરત થી આવેલા તેના સબંધી દ્વારા ચેપ લાગ્યો હોવાની આશંકા છે.

ભાવનગર જીલ્લામાં આવેલા ૫ કેસ ગીચ વિસ્તારના હોવાથી તંત્ર હરકતમાં આવીને વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવેલ છે. અને તકેદારી ના પગલા લેવાઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીની 21 દિવસના લોકડાઉનની જાહેરાત દરમ્યાન સ્પષ્ટ પણે સૂચન કરવામાં આવ્યું હતું કે જે નગર કે શહેર માં લોકો છે ત્યાં જ રહે. પોતાના વતન તરફ જવાનો પ્રયાસ ન કરે, કોરોના વાયરસ એ ટ્રાન્સમિશન થી ફેલાતો રોગ છે. પરંતુ આ સૂચનાને અવગણીને સેંકડો લોકો સૌરાષ્ટ્ર તરફ ભાગ્યા છે. તેમને જીવતા કોરોના બોમ્બ ગણાવી શકાય તેવી સ્થિતિ ઉભી થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *